સુરતઃ પાંડેસરામાં બે બાઇકો સળગાવી, એમ્બ્રોડરી ખાતામાં આગ લાગતા કાપડ ખાખ

News18 Gujarati
Updated: September 9, 2019, 8:03 PM IST
સુરતઃ પાંડેસરામાં બે બાઇકો સળગાવી, એમ્બ્રોડરી ખાતામાં આગ લાગતા કાપડ ખાખ
ઘટના સ્થળની તસવીર

એમ્બ્રોડરી ખાતામાં આગ પ્રસરતા કાપડનો માલ અને બાઇકો બળીને ખાખ

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ પાંડેસરા ગાયત્રી નગરમાં અજાણ્યા શખ્સોએ જુની અદાવતમાં બે બાઇકો સળગાવી દેતા ભાગદોડ મચી ગઇ હતી. આગને કારણે એમ્બ્રોડરી ખાતામાં આગ પ્રસરી ગઇ હતી. પરિણામે અંદર રહેતા કારીગરો જીવ લઇને બહાર દોડી આવ્યા હતા. આગના કારણે કાપડનો માલ અને બાઇકો બળીને ખાખ થઇ ગઇ હતી.

પાંડેસરા ગાયત્રી નગરમાં અનિતાબેન અને તેમનો પરિવાર રહે છે. 6 મહિના પહેલાં તેમનો ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી રવિવારે મધરાત્રિના સમયે અસામાજીક તત્વોએ બે બાઇક પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. જેને લઇને આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. આગ બાજુમાં આવેલા એમ્બ્રોડરી ખાતામાં કામ કરતા કારીગરો જીવ લઇને બહાર દોડી આવ્યા હતા.

તેમનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. આગ એમ્બ્રોડરી ખાતામાં પ્રસરી જવાના કારણે કાપડનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. અને મશીનને પણ નુકશાન થયુ હતુ. ત્યારબાદ લોકોએ ફાયર બ્રિગેડને જાણ થતાં લાશ્કરો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે બંને બાઇકો અને કાપડનો માલï બળીને ખાખ થઇ ગયો હતો. તેમજ આગના કારણે દુકાનને નુકશાન પણ થયુ હતુ.

આ પણ વાંચોઃ-ગણેશોત્સવમાં ટાબરિયાએ ચલણી નોટોના હારની ચોરી કરી, ઘટનના CCTVમાં કેદ

ઘર માલિક અનિતાબેને જણાવ્યું હતું કે, છ મહિના અગાઉ તેમને અમુક લોકો સાથે માથાકૂટ થઈ હતી તે માથાકૂટને લઈને એ લોકો પાછળ પડ્યા હતા અને ધમકી પણ આપતાં હતાં. આ આગ લગાવવા પાછળ અને નુકસાન પહોંચાડવા પાછળ તેમના હાથ હોવાનું તેમનું માનવું છે. ભાડાની દુકાનમાં કાપડને લગતું કામ કરતાં પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, દોઢેક વાગ્યે રાત્રિના સમયે આગ લગાવવામાં આવી હોવાનું સીસીટીવીના આધારે સ્પષ્ટ થયું છે. આ મામલે પોલીસમાં જાણ કરવામાં આવી છે.
First published: September 9, 2019
વધુ વાંચો
अगली ख़बर