સુરત : પાંડેસરા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, જાણે કયા કેમિકલનું પ્રોડક્શન થતું હતું


Updated: February 27, 2020, 5:51 PM IST
સુરત : પાંડેસરા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, જાણે કયા કેમિકલનું પ્રોડક્શન થતું હતું
કેમિકલ ફેક્ટરીમાં આગથી ફફડાટ ફેલાયો હતો.

ફેક્ટરીમાં મોટાભાગનું કેમિકલ હોવાને કારણે આગ પર કાબૂ મેળવવા માટે માત્ર પાણીથી કામ ચાલે તેમ ન હોવાથી ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  • Share this:
સુરત : પાંડેસરા જીઆઇડીસી ખાતે આજે ગુરુવારે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી જ્વલનશીલ હતી કે ફાયરના કર્મચારીઓ દ્વારા પણ ગમબૂટ અને માસ્ક પહેરીને આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. ફેક્ટરીમાં મોટાભાગનું કેમિકલ હોવાને કારણે આગ પર કાબૂ મેળવવા માટે માત્ર પાણીથી કામ ચાલે તેમ ન હોવાથી ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્વલનશીલ કેમિકલને કારણે અનેક લોકોને પગમાં અને શ્વાસ લેવામાં તકલીફો થઇ હતી.

આ કંપની દ્વારા કેમિકલનું જ ઉત્પાદન કરવામાં આવે છે. જેથી મોટી માત્રામાં કેમિકલ આ ઇન્ડસ્ટ્રીઝમાં હતું. આ સમગ્ર ઘટનામાં ન્યૂઝ18 ગુજરાતીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી આ કંપનીનું નામ એસેટો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ છે.

આ કંપનીમાં બે પ્રકારના કેમિકલ બનાવવામાં આવે છે. જેમાં નાઇટ્રોસિલસલ્ફ્યુરિક એસિડ (Nitrosylsulfuric acid) અને તેમાંથી બાય પ્રોડક્ટ તરીકે સલ્ફ્યુરિક સોડિયમ સલ્ફેટ બનાવવામાં આવે છે. આ ફેક્ટરીમાં માત્ર કેમિકલ પર જ કામ કરવામાં આવતું હોવાથી ફેક્ટરીમાં નાઇટ્રિક એસિડ અને સ્ફ્યુરિક એસિડનો મોટા પ્રમાણમાં જથ્થો હાજર હતો.

આ કેમિકલમાં જયારે પણ આગ લાગે છે ત્યારે તેમાં પાણી મારવાથી લાલ કે કેસરી અને પીળા કલરના ધૂમાડાથી નીકળે છે. જેથી તેને કાબૂમાં કરવા માટે પાણીની સાથે ફોર્મનો મારો ચલાવામાં આવ્યો હતો. ત્યાર બાદ આગને કારણે લીક થઇ રહેલા કેમિકલને ઠંડુ કરવામાં સફળતા મળતા આગ પર કાબૂ કરવામાં પણ સફળતા મળી હતી. પરંતુ ફેક્ટરીના ત્રણ જેટલા બોઇલરમાં બ્લાસ્ટ તેમજ મોટાભાગના કેમિકલ જથ્થો લીકેજ થયો હોવાથી કુલિંગની કામગીરી મોડી રાત સુધી કરવામાં આવશે.

બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી

પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીમાં એસિડ બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને લઇને સમગ્ર વિસ્તરમાં ભાગદોડ મચી ગઈ હતી. એક પછી એક બોઇલરમાં બ્લાસ્ટ થતા આગના સ્થળે લાલ અને પીળા કલકરના ધૂમાડા નીકળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર વિભાગ દ્વારા ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ પર પાણીનો મારો કરવામાં આવતા રિએક્શન જોવા મળ્યું હતું. આ ઉપરાંત ફાયર સેફ્ટી વગર પાણીમાં ઉતરતા ફાયર સાથે કેટલાક લોકોના પગ દાજી ગયા હતા. કેમિકલ હવામાં ફેલાતા લોકોને આંખ સાથે ગાળામાં બળતરા થવા લાગી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. 

આગની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવ્યા બાદ ફાયર વિભાગના જવાનો 23 જેટલા ફાયર ફાઈટર સાથે બનાવ સ્થળે દોડી ગયા હતા. જે બાદ પાણી અને ફોર્મનો મારી ચલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો. આજની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગને પગલે કરોડો રૂપિયાની ફેક્ટરી અને મશીનરીને વ્યાપક નુકસાન થવાનો અંદાજ છે. આગની ઘટના બે કિલોમીટર દૂરથી દેખાતા લોકોમાં ભય સાથે ચિંતા જોવા મળી હતી. આગમાં પાણીનો મારો કર્યા બાદ પાણીમાં પણ પરપોટા જોવા મળતા હતા.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर