સુરતઃ ફાયર વિભાગે 114 ટ્યુશન ક્લાસિસને ફટકારી નોટિસ

News18 Gujarati
Updated: December 5, 2018, 1:22 PM IST
સુરતઃ ફાયર વિભાગે 114 ટ્યુશન ક્લાસિસને ફટકારી નોટિસ
ઘટના સ્થળની તસવીર

આગમની આગથી દાઝેલા ફાયર તંત્રે ટ્યૂશન ક્લાસિસના સંચાલકોને નોટિસો ફટકારવાનું શરૂ કરી દીધું છે.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરત

આગમની આગથી દાઝેલા ફાયર તંત્રે ટ્યૂશન ક્લાસિસના સંચાલકોને નોટિસો ફટકારવાનું શરૂ કરી દીધું છે. જે બુધવારે પણ નોટિસ આપવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. ગઇ કાલે મંગળવારે 75 ક્લાસિસના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે આજે ફરીથી 40થી પણ વધારે ટ્યૂશન ક્લાસિસોને નોટિસ ફટકારાઇ છે. આમ કુલ 114 જેટલી નોટિસોનો 15 દિવસમાં ખુલાસો આપવા માટે જણાવવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, જે ટ્યૂશન ક્લાસિસના સંચાલકો નાના-નાના ઓરડામાં ઘેટાં-બકરાંની જેમ વિદ્યાર્થીઓને બેસાડીઉજ્જવળ ભવિષ્યના પાઠ ભણાવી રહ્યા છે. આવા સંચાલકો ફાયરની નોટિસ બાદ ટ્યૂશન ક્લાસિસની જગ્યા નહીં બદલે અથવા અન્ય કોઇ વ્યવસ્થા ઊભી નહીં કરે તો ફાયરતંત્ર આવા સંચાલકોનું ભવિષ્ય ધૂંધળું કરી નાંખશે તે નક્કી છે.

આ ઉપરાંત જે ટ્યૂશન ક્લાસિસના સંચાલકો પાસે પૂરતી જગ્યા છે. પંરતુ ફાયર ફાઇટિંગની સુવિધા ઉપલબ્ધ નથી તેમણે યુદ્ધના ધોરણે પોતાના કોમ્પ્લેક્સ અથવા ટ્યૂશન ક્લાસિસમાં ફાયરના સાધનો વસાવવા પડશે. ફાયરની નોટિસ બાદ પણ ટ્યૂશન ક્લાસિસના સંચાલકો સામે કડકાઇથી કાર્યવાહી કરશે. જોકે, ફાયર વિભાગે અત્યાર સુધીમાં 114 ટ્યૂશન ક્સાલિસના સંચાલકોને નોટિસ ફટકારી છે. આ તમામે પંદર દિવસમાં યોગ્ય ખુલાસા સાથે ફાયર દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારો કરવાના રહેશે. તેમજ ટ્યૂશન ક્લાસિસમાં ફાયરની સુવિધા ઊભી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગે શુક્રવારે શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા 13 ટ્યૂશન ક્લાસિસને નોટિસ ફટકારવાની સાથે જ કાયદાકીય પલા લેવાયા હતા. જ્યારે ફાયર વિભગ દ્વારા ઠેરઠેર રચાલતા ટ્યૂશન ક્લાસિસની તપાસનો સિલસિલો શનિવારે પણ યથાવત રહેવાની સાથે 30 જેટલા ક્સાલિસને નોટિસ ફટકારાઇ હતી.

માત્ર ટ્યૂશન ક્લાસિસ જ નહીં પરંતુ મોલ, કોમ્પ્લેક્સ, નર્સરીમાં પણ બેદરકારી જોવા ળશે તો ફાયર વિભાગ કડક કાર્યવાહી કરશે. આ સ્થિતિમાં હવે આગામી દિવસોમાં ટ્યૂશન ક્લાસિસ સંચાલકોને નોટિસનો આંકડો વધવાની શક્યતા સેાવાઇ રહી છે.
First published: December 5, 2018, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading