સુરત (Surat)ના સિંગણપોર ચાર રસ્તા પાસે આગનો બનાવ (Surat Fire Incident) બન્યો છે. કોમર્શિયલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને આ ઘટનામાં દૂર-દૂર સુધી આગના ગોટેગોટા દેખાઇ રહ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગના ત્રીજા માળે ભીષણ આગ (Sarthana Fire Video) લાગી છે. આ આગને કારણે ત્રીજા માળે 20 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જેમને તાત્કાલિક બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી ડિવાઈન સેન્ટર નામની બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી. આ ભીષણ આગ એટલી ભયાનક હતી કે, ઉપરના માળ સુધી ધુમાડાના ગોટા પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડે ઘટનાની જાણ થતા જ રેસ્ક્યૂ કરવા પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું સાથે જ આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ફાયરની ટીમે ક્રેનની મદદ લીધી હતી અને 17 જેટલા લોકોને સુરક્ષિત બહાર નિકાળ્યા હતા.
સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે આગનો બનાવ બન્યો,કોમર્શિયલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી pic.twitter.com/3Px6clV1bN
આગની દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડના અધિકારીઓ અને પોલીસ કાફલા સહિત મેયર અને ડેપ્યુટી મેયર સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. આગની ઘટના જ્યાં બની તે વિસ્તાર ખુબ જ ભીડવાળો હોવાથી લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફાયરની ટીમે બેઝમેન્ટનો ધુમાડો બહાર કાઢવા માટે દિવાલમાં બાકોરૂં પાડ્યું હતું. કોમ્પલેક્સની બાજુમાં બાકોરૂં પાડીને મશીન મૂકી ધુમાડાને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાની થવાની ખબર નથી આવી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર