સુરતનાં કોમ્પલેક્સમાં ભયંકર આગ લાગતા ફાયર બ્રિગેડની 57 ગાડી, 200 કર્મીઓ ઘટનાસ્થળે

News18 Gujarati
Updated: January 21, 2020, 9:57 AM IST
સુરતનાં કોમ્પલેક્સમાં ભયંકર આગ લાગતા ફાયર બ્રિગેડની 57 ગાડી, 200 કર્મીઓ ઘટનાસ્થળે
મોડી રાતે વિકરાળ આગ લાગી છે.

  • Share this:
સુરત : શહેરનાં પુણા કુંભારીયા રોડ પર આવેલા રધુવીર સેલિયમ માર્કેટમાં મોડી રાતે વિકરાળ આગ લાગી છે. હાલ શહેરની તમામ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી જઇને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ સાથે બારડોલીથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ મદદે આવી ગઇ છે. 15 દિવસ પહેલા પણ આ જ બિલ્ડીંગમાં આગ લાગી હતી. સદનસીબે જાનહાનીનાં કોઇ સમાચાર મળી નથી રહ્યાં. આ ગોઝારી ઘટનામાં કડોદરા સુરત કોસ્ટલ હાઇવે બંધ કરાવ્યો છે.

મોડી રાતે લાગેલી આગ એટલી વિકરાળ છે કે સવારે સડા સાત સુધી પણ આગ કાબૂમાં લેવામાં આવી નથી.  આ વિકરાળ આગને બુઝાવવા માટે 57 જેટલી ફાયર બ્રિગેડનીગાડીઓ અને 200થી વધારે કર્મચારીઓ પ્રયત્નો કરી રહ્યાં છે. આ સાથે 3 હાઇડ્રોલિક ક્રેનથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

હાઇડ્રોલિક ક્રેનથી પાણીનો મારો ચલાવાઇ રહ્યો છે.


પ્રાથમિક અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટનાં કારણે આ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે, 8મી જાન્યુઆરીનાં રોજ પણ આ બિલ્ડીંગમાં આગ લાગી હતી.
First published: January 21, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading