સુરતઃ ટ્યૂશન ક્લાસીસમાં આગમાં 20ના મોત, CMએ લીધી મુલાકાત

News18 Gujarati
Updated: May 24, 2019, 10:08 PM IST
સુરતઃ ટ્યૂશન ક્લાસીસમાં આગમાં 20ના મોત, CMએ લીધી મુલાકાત
16 વિદ્યાર્થીઓ ક્લાસિસમાં આગમાં બળીને ભડથું થયા છે તો જીવ બચાવવા માટે નીચે કૂદેલા પૈકી વિદ્યાર્થીઓ પૈકી ચારના મોત નીપજ્યા છે. આમ કુલ 20 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે

16 વિદ્યાર્થીઓ ક્લાસિસમાં આગમાં બળીને ભડથું થયા છે તો જીવ બચાવવા માટે નીચે કૂદેલા પૈકી વિદ્યાર્થીઓ પૈકી ચારના મોત નીપજ્યા છે. આમ કુલ 20 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે

  • Share this:
કિર્તેષ પટેલ, પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ આગમાં 18થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. જે પૈકી 13થી વધુ વિદ્યાર્થીઓ આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે પોતાનો જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા.એમાંથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. પોતાના વ્હાલસોયા બાળકોના મોતના પગલે વાલીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કૂય ઓપરેશન હાથધરાયું હતું. ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્થળ મુલાકાત કરી છે અને મૃતકોના પરિવારોને  ચાર ચાર લાખની સહાયની જાહેરાત કરી છે.

16થી વધુ વિદ્યાર્થીઓ બળીને ખાખ

સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગ ઉપર ફાયર બ્રિગેડના જવાનોએ કાબુમાં મેળવ્યો હતો. ત્યારબાદ ક્લાસિસમાં ફસાયેલા બાળકો પૈકી મૃત બાળકોની મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથધરાઇ છે. એક પછી એક એમ  16 જેટલા વિદ્યાર્થીઓના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને જોતા આગમાં બળીને ખાખ થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

મોતથી બચવા બિલ્ડિંગ ઉપરથી 12થી વધુનો મોતનો કૂદકોઃ ચાર મોતને ભેટ્યા

સુત્રોના જણાવ્યા પ્રમાણએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ ઉપરથી કૂદકો લગાલતાં નીચે પડ્યા હતા. જોકે, નીચે પટકાયા હોવાથી ચાર બાળકો મૃત્યું પામ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં 10થી 12 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી નીચે છલાંગ લગાવી હતી.

પોલીસ કમિશ્નરે શું કહ્યું?પોલીસ કમિશ્નર સતિષ શર્માના જણાવ્યું હતું કે, ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 100થી વધુ પોલીસ ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને સ્થાનિક લોકોએ કાબુમાં લેવા માટે કામે લાગ્યા છે. આ ઘટનામાં જે પણ કશુરવાર હશે તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથધરવામાં આવશે.

સાંસદ સીઆર પાટીલ શું કહે છે?
સ્થાનિક સાંસદ સી આર પાટીલના જણાવ્યા પ્રમાણે આવા પ્રકારના ટ્યૂશન ક્લાસિસને શીલ મારવામાં જોઇએ. મહાનગર પાલિકા હજી પણ આવા પ્રકારના ટ્યૂશન ક્લાસિસનો સર્વે કરવાની આવા ટ્યૂશન ક્લાસિસને શીલ મારવામાં આવશે. ચોક્કસ અધિકારીની જવાબદારી નક્કી કરીને આગળ કામ કરવું પડશે.

કોંગ્રેસના નેતા પ્રફુલ તોગડિયા શું કહે છે?

કોંગ્રેસના નેતા પ્રફુલ તોગડિયાએ જણાવ્યું હતું કે, અમે મહાનગર પાલિકામાં અમે આવા પ્રશ્નો ઉઠાવ્યા છે. કે પરંતુ જાડી ચાબડીના અધિકારીઓ પણ દેખાડવા પુરતી કામગીરી કરે છે. આને આવી ઘટનાઓ સર્જાઇ રહી છે.

આરોગ્ય મંત્રી કુમાર કાનાણી શું કહે છે?

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારની ઘટના છે. અત્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકોને સારી રીતે સારવાર મળી રહે તેની કામગીરી ચાલી રહી છે. મને લાગે છે કે આવી ઘટનામાં વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે. તંત્ર દ્વારા હંગામી ધોરણે કામ કરે છે પરંતુ પરિણામ સુધી લઇ જવાતું નથી. આવી ઘટના બાબતે વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે.

ફાયર અધિકારીએ શું જણાવ્યું

ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાયેલી હતી. પરંતુ ક્લાસિસમાં અંદર જવાનો કોઇ રસ્તો ન્હોતો મળતો છતાં પણ આગને ચીરને ફાયર ફાઇટિંગ કરવા લાગ્યા હતા. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન હાથધરાયું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકોના મોતનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે સાથે તપાસના આદેશ આપ્યા હતા.

ફાયરના સાધનો ના હોય તેવા ટ્યુશન કલાસ ચલાવી નહી શકાય : મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આજે એમ કહ્યું હતું કે, રાજકોટમા ચાલતા ટયુશન કલાસીસ પૈકી જે ટ્યુશન કલાસમાં અગ્નિશમન (ફાયર સેફટી)ના સાધનો વસાવવામાં આવ્યા ના હોય તે ચાલુ રાખી શકાશે નહીં અને હાલ તાત્કાલિક અસરથી આવા  ટ્યુશન કલાસ બંધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો વસાવવામાં ના આવે ત્યાં સુધી ટ્યુશન કલાસ ચાલુ કરી નહી શકાય. મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આજે સાંજથી શહેરના તમામ ટ્યુશન કલાસમાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તેની ચકાસણી કરવા ચીફ ફાયર ઓફિસર શ્રી બી.જે.ઠેબાને આદેશ કરેલ છે, જેના પગલે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ત્રણ ટીમોએ તાબડતોબ સાંજે ટ્યુશન કલાસીસની ચકાસણી શરૂ કરી દીધી હતી.  કમિશનરશ્રીએ વધુમાં કહ્યું કે, વિદ્યાર્થી ભાઇ બહેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હવે શહેરમાં, ફાયર સેફટીના સાધનો વસાવાયા બાદ જ ટ્યુશન કલાસ ચાલુ કરી શકાશે  નહી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચોક્કસ આ દુઃખ ઘટના છે. ગુજરાતમાં આવા પ્રકારની ઘટનામાં વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવે છે એ દુઃખદ છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લઇને શહેરી વિકાસ અધિકારીને ત્રણ દિવસમાં ઝીણામાં ઝીણા બાબતની તપાસ કરી રિપોર્ટ જમા કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી જાતે સ્થળ ઉપર તપાસ કરીને નાની નાની માહિતી લેશે.

સુરતમાં સર્જાયેલી આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ
સુરતના સરથાણા વિસ્તારમાં સ્થિત એક ઈમારતમાં ચાલતા ટ્યુશન ક્લાસમાં આજે સર્જાયેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ પ્રત્યે રાજ્યના કૃષિ સહકાર મંત્રી શ્રી આર.સી.ફળદુ એ દિલસોજી વ્યક્ત કરીને પરિવારજનોને સાંત્વના પાઠવી છે.રાજ્યના કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ આ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ પ્રત્યે શોક વ્યક્ત કરી આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ સહિતના તમામ વ્યક્તિઓ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી તેમણે અભ્યર્થના વ્યક્ત કરી છે.
First published: May 24, 2019, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading