Home /News /south-gujarat /

ફેનિલ વિરુદ્ધ FIR દાખલ, એક વર્ષથી હેરાન કરતો હતો હત્યારો- મોટા પાપા અને ભાઇને પણ માર્યા ચપ્પુનાં ઘા

ફેનિલ વિરુદ્ધ FIR દાખલ, એક વર્ષથી હેરાન કરતો હતો હત્યારો- મોટા પાપા અને ભાઇને પણ માર્યા ચપ્પુનાં ઘા

સુરત માસુમનો હત્યારો

Surat Grishma Vekara Murder Case: ફેનિલે ગ્રીષ્માના મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલું, જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. એ પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું.

    સુરતમાં કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે ફેનિલે  ગ્રીષ્માને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવા આવેલા ફેનિલ ગોયાણીને સમજાવવા ગ્રીષ્માનાં મોટા પપ્પા અને ભાઈ ગયા હતા. તેને પણ ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ ગ્રીષ્માને જીવથી નાખી હતી. ગ્રીષ્માની માતાએ નિવેદન આપ્યું  કહ્યું હતું કે, ફેનિલ છેલ્લા 1 વર્ષથી તેને હેરાન કરે છે.

    આ પણ વાંચો-સુરત ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસ: આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ, કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો

    ગ્રીષ્માના ભાઈએ નોંધાવેલી ફરિયાદ
    મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે અને પાછળ પાછળ આવે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવ્યો હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહ્યું હતું કે ‘તું કેમ ગ્રીષ્માને હેરાન કરે છે?’ એમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો.

    ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલો
    ફેનિલે ગ્રીષ્માના મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલું, જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. એ પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું, જેથી મારી બહેન અને અમે ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડી નહીં તેમજ બધા ગભરાઈ ગયા હોવાથી કોઈ વચ્ચે પડ્યું નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલું અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Grishma Vekaria murder case, Surat Crime

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन