સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મહિલાને એવી હેરાન કરી કે અંતે...

મહિલા જે કારખાનામાં કામ કરતી હતી ત્યાં જઈને અને ઘરે જવા સમયે દાદરથી ઉતરતી ત્યારે દાદર પર બેસીને મહિલાનો રસ્તો રોકી લેતો હતો

News18 Gujarati
Updated: October 2, 2019, 12:32 PM IST
સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મહિલાને એવી હેરાન કરી કે અંતે...
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 2, 2019, 12:32 PM IST
કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક સામે પરિણીતાએ પોલીસમાં નોંધાવી છે. આરોપી યુવાન આ મહિલા સાથે હીરાના કારખાનામાં કામ કરતો હતો. સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા વરાછામાં હીરાના ખાતામાં નોકરી કરે છે. એકાદ વર્ષ પહેલા મહિલા વરાછામાં જે કારખાનામાં નોકરી કરતી હતી ત્યાંજ અશોક ભગવાન સમણવા નામનો યુવક કામ કરતો હતો.

અશોકના ખરાબ સ્વભાવના કારણે કારખાનાના શેઠે તેને કારખાના માંથી કાઢી મૂક્યો હતો. જોકે, આ યુવાન આ પરિણીત મહિલાના એક તરફી પ્રેમમાં હતો. મહિલાને આ બાબતનો જાણ નહોતી.

અશોક અવાર-નવાર રસ્તામાં મહિલાને રોકતો હતો. આ સિવાય, આ મહિલા જે કારખાનામાં કામ કરતી હતી ત્યાં જઈને અને ઘરે જવા સમયે દાદરથી ઉતરતી ત્યારે દાદર પર બેસીને મહિલાનો રસ્તો રોકી લેતો હતો. મહિલા વરાછા વિસ્તારમાં રહેતી હતી ત્યારે અશોક ગમે ત્યારે આવીને મહિલા મકાનનો દરવાજો ખખડાવીને ભાગી જતો હતો.

અંતે, અશોકથી ત્રાસીને મહિલાએ વરાછામાં ઘર ખાલી કરીને કામરેજ રહેવા ચાલી ગઈ હતી. એકાદ અઠવાડિયા પહેલા મહિલાના ચંપલ લઈને નાસી ગયો હતો.

ઘણી વખત કારખાના પર આવીને ગ્રીલ ખખડાવીને નાસી જતો. હતો. સોમવારે પણ તે ગ્રીલ ખખડાવતો હતો ત્યારે કારખાનાના માલિક આવી ગયા હતા. તેઓએ અશોકને પકડી રાખીને પોલીસને જાણ કરી હતી. મહિલાએ અશોક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને અશોકની ધરપકડ કરી છે.

 
First published: October 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...