સુરત : વરાછાની મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં ફાયનાન્સરની અટક, વ્યાજના બદલે શરીર સંબંધની માંગણી કરી હતી

સુરત : વરાછાની મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં ફાયનાન્સરની અટક, વ્યાજના બદલે શરીર સંબંધની માંગણી કરી હતી
વરાછા પોલીસે આરોપીની અટક કરી અને તેની પૂછપરછ શરૂ કરી છે.

પરિણીતાને માઝામાં માદક દૃવ્ય પીવડાવી અને દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ, બાદમાં પતિને જાણ કરવાની ધમકી આપી અવારનવાર શોષણ કર્યુ

  • Share this:
મોટા વરાછા સુદામા (Varacha Surat) ચોક વિસ્તારમાં રહેતી અને પાર્લરનું (Beauty Parlour) કામ કરતી 30 વર્ષીય મહિલાએ બ્યૂટી પાર્લરના ધંધા માટે વ્યાજે (Intrest) લીધેલા રૂપિયા 5.50 લાખ ટુકડે ટુકડે કરી ચુકવી દીધા હોવા છતાંયે ફાયનાન્સરે વ્યાજની માંગણી કરી હેરાન કરી હતી. તેણે મહિલાને કહ્યું હતું કે  'વ્યાજ ન ચુકવવુ હોય તો મારી સાથે શારીરિક સંબંધો બાંધવા પડશે,' પરિણીતાને ઓર્ડર પર જતી વખતે લીફ્ટ આપવાને બહાને ઘેનયુક્ત ઠંડાપીણું પીવડાવ્યા બાદ હોટલમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ પતિને જાણ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી અવારનવાર કામરેજ અને કતારગામ વિસ્તારની હોટલ તેમજ મિત્રના મકાનમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો. આ મામલે પોલીસે રાજેશષ હન નામના આરોપીની ધરપકડ કરી છે.

બ્યુટી પાર્લરનું કામ કરતી મોટા વરાછા વિસ્તારની ડિવોર્સીએ વ્યાજે લીધેલા 5.50 લાખનું વ્યાજ નહીં આપવું હોય તો તારે મારી સાથે શરીર સબંધ રાખવા પડશે એમ કહી કતારગામ, વરાછા, કામરેજ અને પાસોદરા વિસ્તારમાં હોટલ અને સબંધીના ઘરે લઇ દુષ્કર્મ આચરનાર ફાઇનાન્સરની અમરોલી પોલીસે ધરપકડ કરી.આ પણ વાંચો : સુરત : પરિણીત સ્કૂલ વાનચાલકનું ધૃણાસ્પદ કૃત્ય, સગીરાને લગ્નની લાલચ આપી શારિરીક શોષણ કર્યુ

મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલાએ બ્યુટી પાર્લરના ધંધા માટે 5.50 લાખ તેના પરિચીત અને ફાઇનાન્સનો ધંધો કરતા રાજેશ બોઘાભાઇ હન પાસેથી વ્યાજે લીધા હતા. દરમ્યાનમાં સરસ્વતી પાસોદરા પાર્લરના ઓર્ડરના કામે જઇ રહી હતી ત્યારે રાજેશે પોતે પણ કામરેજ તરફ જઇ રહ્યો છે એમ કહી કારમાં લીફ્ટ આપી કોલ્ડ્રીંકસમાં ઘેની પદાર્થ પીવડાવી વરાછા વિસ્તારની આર્શીવાદ હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચાર્યુ હતું. લોક્ડાઉન શરૂ થતા મહિલા વ્યાજ નહીં ચુકવી શકતા રાજેશે તો તારે વ્યાજ નહીં ચુકવવું હોય તો મારી સાથે શરીર સબંધ રાખવા પડશે અને નહીં રાખે તો તારા પતિને જાણ કરી દઇશ અને તારી પુત્રીને પણ ઉપાડી જઇશ તેવી ધમકી આપી હતી.

આમ આરોપી દ્વારા ધમકી અપાતા વરાછા, કતારગામ, કામરેજ અને પાસોદરા વિસ્તારની હોટલ અને સબંધીને ત્યાં લઇ જઇ દુષ્કર્મ કર્યુ હતું. જેને પગલે મહિલાએ અમરોલી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત ફાઇનાન્સર રાજેશ હનની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજેશ સાથેના સબંધની જાણ થતા મહિલાના પતિએ તેને ડિવોર્સ પણ આપી દીધા હતા.આમ એક વેપાર માટે એક નહિ બે સબંધ વચ્ચે તિરાડ પડી.હાલમાં તો અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ મેળવા માટે વધુ તજવીજ હાથ ધરવામાં આવી.

આ પણ વાંચો :  ગાંધીનગર : સંદિપ ફાર્મહાઉસમાં દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી, અમદાવાદ કૉંગ્રેસ પ્રમુખના દીકરા સહિત 20 નબીરા ઝડપાયા

આ મામલે સુરતના ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે મહિલા સાથે દુષ્કર્મ કરનાર આરોપી તેના પતિનો મિત્ર હતો.મહિલાની ફરિયાદ મુજબ તેણે વ્યાજે લીધેલા રૂપિયા આપી દીધા હોવા છતાં તેને હેરાન કરવામાં આવતી હતી અને શરીર સંંબંધની માંગણી કરી હતી. આરોપીએ કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. મહિલાની ફરિયાદના આધારે અમરોલી પોલીસે આરોપીની અટક કરી છે.
Published by:Jay Mishra
First published:November 11, 2020, 19:44 pm

ટૉપ ન્યૂઝ