Real Hero: સુરતમાં ફિલ્મી સ્ટાઈલે પોલીસ જવાનોએ ખાડીમાં કૂદી આપઘાત કરનાર યુવકનો જીવ બચાવ્યો

Real Hero: સુરતમાં ફિલ્મી સ્ટાઈલે પોલીસ જવાનોએ ખાડીમાં કૂદી આપઘાત કરનાર યુવકનો જીવ બચાવ્યો
ફિલ્મી સ્ટાઈલમાં પોલીસે યુવાનનો જીવ બચાવ્યો

ફાયરબ્રિગેડ કે અન્ય કોઈ મદદની રાહ જોઈ હોત તો કદાચ અલ્તાફનો જીવ ન બચી શક્યો હોત, એટલે તાત્કાલિક ખાડીમાં કુદીને તેને બચાવ્યો.

  • Share this:
સુરત : કોરોના વાઇરસ લઇને ચાલી રહેલા લોકડાઉન વચ્ચે લોકો માનિક તથા આર્થિક રીતે પડી ભાંગ્યા છે, ત્યારે બીજી તરફ રાત-દિવસ ડ્યુટી કરતાં પોલીસના જવાનો પણ પાછા પડતા નથી. લોકોનું રક્ષણ કરવાની સાથે-સાથે લોકડાઉનનું પાલન કરાવતી પોલીસના બે કોન્સ્ટેબલોએ આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનો ફિલ્મી સ્ટાઈલે જીવ બચાવીને ખરેખરના અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલે છે તેવામાં પોલીસ કર્મચારીઓ પોતાના જીવના જોખમે સતત ફરજ બાજવતા હોય છે અને ખરેખર આ કર્મચારી કોરોના યોધ્ધા કહેવાય ત્યારે આ સમયે ઘરમાં રહેતા લોકો સતત માનસિક અને આર્થિક રીતે પડી ભાંગ્યા છે ત્યારે આવેશમાં આવીને ન કરવાનું કરતા હોય છે. કોરોના નામની બિમારીએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.



આ મહામારી વચ્ચે ટંકનું કમાઈને ખાવા વાળા શ્રમજીવીઓની હાલત ખુબ કફોડી બની છે. જેના કારણે પરીવારનું ગુજરાન ચલાવવું પણ ખુબ જ મુશ્કેલ બની ગયું છે તેવામાં સુરતના રીંગરોડ પર આવેલ રઘુકુળ માર્કેટ પાસે આવેલી ખાડીમાં એક યુવકે ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ સલાબતપુરા પોલીસને થતા તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ તથા ઈશ્વરભાઈ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચી ગયા હતા.

જ્યાં યુવાનને ખાડીમાં ડૂબતો જોઈને પોતાના જીવની પરવાહ કર્યા વગર ફિલ્મી સ્ટાઈલે આ બંને પોલીસ કર્મચારી તાત્કાલિક ખાડીમાં કુદી ગયા હતા અને આ યુવકનો જીવ બચાવ્યો હતો. જેને પગલે, અલ્તાફ નામના યુવાન જીવ બચી ગયો હતો.

આ કર્મચારીઓની વાત માનીયે તો ફાયરબ્રિગેડ કે અન્ય કોઈ મદદની રાહ જોઈ હોત તો કદાચ અલ્તાફનો જીવ ન બચી શક્યો હોત, એટલે તાત્કાલિક ખાડીમાં કુદીને તેને બચાવ્યો. બાદમાં દોરડાથી બાંધીને બહાર કાઢ્યો. જોકે કોરોનાની આ લડાઈમાં આમતો પોલીસ કર્મચારી કોરોના વોરિયર્સ સાબિત થયા છે તયારે આજે આ યુવાનનો જીવ બચાવી આ યુવાન અને સુરત પોલીસ માટે હીરો સાબિત થયા છે.
Published by:News18 Gujarati
First published:May 15, 2020, 19:14 pm

ટૉપ ન્યૂઝ