સુરતમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો! રીક્ષા ચાલક ઉપર અજાણ્યા યુવકોનો હુમલો, જીવ બચાવવા કાર ઉપર લટક્યો


Updated: June 7, 2020, 11:31 PM IST
સુરતમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો! રીક્ષા ચાલક ઉપર અજાણ્યા યુવકોનો હુમલો, જીવ બચાવવા કાર ઉપર લટક્યો
પ્રતિકાત્મક તસવીર

રીક્ષા ચાલકે પોતાનો જીવ બચાવવા ચાલું કાર પર લટકી ગયો હતો. જાકે થોડા આગળ થઈ નીચે પટકાતા પીછો કરતા હુમલાખોરોએ ફરી તેના પર હુમલો કર્યો હતો.

  • Share this:
સુરતઃ સુરતના (surat) જહાંગીરપુરા વરીયાવ રોડ ઉપર ગઈકાલે રાત્રે મુસાફરને પેશાબ લાગવાથી રીક્ષા ઉભી રાખનાર ચાલક ઉપર બાઈક પર આવેલા બે અજાણ્યાઓએ છરા અને લાકડાના ફટકાથી હુમલો (attack)કર્યો હતો. રીક્ષા ચાલકે પોતાનો જીવ બચાવવા ચાલું કાર પર લટકી ગયો હતો. જાકે થોડા આગળ થઈ નીચે પટકાતા પીછો કરતા હુમલાખોરોએ ફરી તેના પર હુમલો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના જહાંગીરપુરા પોલીસના જણાવ્યા મુજબ જહાંગીરપુરા એસ.એમ.સી ટેનામેન્ટમાં રહેતા જગદીશ રૂમાલ નટ (ઉ.વ.૩૩) રીક્ષા ચલાવી પરિવારનું ગૂજરાતન ચલાવે છે. જગદીશ ગઈકાલે રાત્રે મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે ભાડા માટે ઉભો હતો તે વખતે એક અજાણ્યાએ કોસાડ આવાસ  માટે રીક્ષા ભાડે કરતા કોસાડ આવાસ જવા માટે નીકળયા હતા. તે વખતે વરીયાવ સી.જે.પટેલ કોલેજ નજીક અજાણ્યાએ પેશાબ લાગતા રીક્ષા ઉભી રખાવી હતી.

આ સમયે પાછળથી મોઢા પર રૂમાલ બાંધીને છરો અને લાકડાના ફટકા સાથે બાઈક પર આવેલા બે અજાણ્યાઓએ જગદીશ મારવા લાગ્યા હતા. જેથી જગદીશ પોતાનો જીવ બચાવા ત્યાંથી પસાર થતી કાર પર લટકી ગયો હતો અને થોડા આગળ જતા નીચે પડ્યો હતો.

જાકે પાછળથી પીછો કરતા હુમલાખોરોએ ત્યાં આવી ફરી લાકડાના ફટકાથી મારમારી છરાના ઘા મારી ભાગી ગયા હતા. જગદીશના રોડ પર ઘસડાવવાને કારણે બંને પગ પણ છોલાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આવતીકાલે જગદીશનું નિવેદન લેવામાં આવશે સાથો સાથ સીસીટીવી પણ ચેક કરવામાં આવશે.
First published: June 7, 2020, 11:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading