Home /News /south-gujarat /Surat News: સુરત કમલમ ખાતે વિરોધ નોંધાવવા આવેલા AAP અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

Surat News: સુરત કમલમ ખાતે વિરોધ નોંધાવવા આવેલા AAP અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

વિરોધ પ્રદર્શનની તસવીર

surat latest news: સુરતના કમલમ (surat kamalam) ખાતે વિરોધ નોંધાવવા જોકે પોલીસની હાજરીમાં ભાજપના (BJP workers) કાર્યકર્તાઓ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી.

સુરતઃ સુરતમાં મહાનગર પાલિકામાં (Surat municipal corporation) આપના મહિલા કોર્પોરેટરના (Women corporators) કપડાં પાડ્યા બાદ પુરુષ કોર્પોરેટરને માળવાને લઈ આપ પાર્ટી પહોંચી હતી. સુરતના કમલમ (surat kamalam) ખાતે વિરોધ નોંધાવવા જોકે પોલીસની હાજરીમાં ભાજપના (BJP workers) કાર્યકર્તાઓ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી.

સુરતના ઉધના મેઇન રોડ પર આવેલા ભાજપના કમલમ કાર્યાલય ખાતે આજે જ ભાજપની ઘટના સામે આવી હતી. જોકે ગઈ કાલે મહાનગરપાલિકામાં આપના નગરસેવકોને મહિલા કોર્પોરેટરના કપડા ફાડવા સાથે પુરુષ કોર્પોરેશનને મારામારી થઈ હતી. જેને લઇ આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા.

જોકે ભાજપના કાર્યાલયે તોડફોડ કરવાના મેસેજને લઈને પોલીસ અરજી કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર હતા. આ પાર્ટી કાર્યકર્યાઓ પહોંચતાની સાથે જ પોલીસે તેમની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં યુવતીને વોટ્સ એપ ડીપીમાં પોતાનો ફોટો મુકવો ભારે પડ્યો, પરિણીતા સાથે શું થયું?

કાર્યકર્તા એટલા એકલા બેકાબુ બન્યા હતા કે જેને લઇ પોલીસની હાજરીમાં આ બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે મારમારી થઈ હતી. તેમાંથી એક કાર્યકર્તા તો બેભાન પણ થઈ ગયો હતો. જોકે આ પ્રકારની ગુંડાગર્દીને લઈને આવે અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચરનાર ચાર વર્ષે ઝડપાયો, પ્રેમજાળમાં ફસાવી કર્યું હતું ગંદુ કામ

સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું કે આ લોકો મારી ઓફિસમાં તોડફોડ કરવાના હતા. એટલે અમે અમારી ઓફિસ બચાવવા માટે આ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકર્તા હોય તે રીતે કાયદો હાથમાં લીધો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ લોકો વિરુદ્ધ હવે પોલીસ ગુનો દાખલ કરે છે કેમ?
Published by:Ankit Patel
First published:

Tags: AAP news, Gujarati news, Surat news