વલસાડઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ઉપર હોટલ પર બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી, જુઓ Video


Updated: October 5, 2020, 9:35 PM IST
વલસાડઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ઉપર હોટલ પર બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી, જુઓ Video
હોટલ બહાર મારામારીની તસવીર

પારડીના કેટલાક યુવકોના બે જૂથ ચા નાસ્તો કરવા પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન બંને જૂથો વચ્ચે જૂની અંગત અદાવતને લઇને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

  • Share this:
ભરતસિંહ વાઢેર,વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી નજીક હાઇવે પર આવેલી એક હોટલમાં (Hotel) કેટલાક યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. અને મારામારીના દ્રશ્યો હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં (CCTV) કેદ થઇ ગયો છે. યુવકોમાં બે જૂથ વચ્ચે થયેલ મારામારીનો (fight video) વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral video) થઇ રહ્યો છે.

વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે  પર આવેલી એક હોટલ પર પારડીના કેટલાક યુવકોના બે જૂથ ચા નાસ્તો કરવા પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન બંને જૂથો વચ્ચે જૂની અંગત અદાવતને લઇને ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને થોડી જ વારમાં બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. અને બંને જુથના  કેટલાક યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.

હાઇવે પર આવેલી હોટલના પાર્કિંગમાં દોડાદોડીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પારડીના યુવકોના જૂથોનો  હાઇવે પરની હોટલ પર થયેલી મારામારીની ઘટના ના દ્રશ્ય  હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. અને વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યાર બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પારડી પોલીસે મારામારી અંગે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પોલીસના હાથે ઝડપાયો 'મુન્નાભાઈ MBBS' ડોક્ટર, કમ્પાઉન્ડરમાંથી તબીબ બની લેતો હતો રૂ.50 ફી

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં રવિવારે પેસેન્જર અને રીક્ષા ચાલક વચ્ચે મારામારીની ઘટના બની હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક રીક્ષા ચાલકે એક પેસેન્જરને બેસાડી તેની કહ્યા પ્રમાણેની જગ્યા પર પહોંચી ગયા બાદ તેને ઉતારી ભાડું માંગતા આ પેસેન્જર ઉશ્કેરાઈ ગયો અને રીક્ષા ચાલકને માર મારવા લાગ્યો હતો. જોકે, સ્થાનિક લોકો વચ્ચે પડે તો તેને પણ માર મારતો હતો અને રસ્તા વચ્ચે તમાસો કરી ટ્રાફિક જામ કરતા પોલીસે માથા ફરેલ પેસેન્જરને પોલીસ મથકે લઇ જેણે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ-દમણ ફરવા જતા લોકો સાવધાન, દોળા દિવસે દેવકા બીચ ઉપર ચપ્પુની અણીએ પ્રવાસીને લૂંટી લેવાયો, જુઓ Videoઆ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસના સોના-ચાંદીના નવા ભાવ જાહેર, ફટાફટ જાણી લો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુસ પોઇન્ટ ખાતે એક રીક્ષા ચાલાક અને પેસેન્જર વચ્ચે ફિલ્મી દ્રશ્ય જોવા મળ્યા હતા, બંને લોકો છૂટાહાથની મારામારી કરતા જોવા મળ્યા હતા. કારણ કે રીક્ષા ચાલકે મુસાફરને એક જગ્યા પરથી બેસાડી તેના કહેવા મજુબની જગ્યા પર ઉતાર્યો હતો, અને મુસાફરે ઉતર્યા બાદ રીક્ષા ચાલકે રૂપિયા માંગતા આ મુસાફર ઉશ્કેરાય ગયો હતો અને જોત જોતામાં રીક્ષા ચાલાકને માર મારવા લાગ્યો હતો.આ ઘટના બાદ રીક્ષા ચાલાક પણ મુસાફરને મારવા લાગતા રસ્તા પર પસાર થઈ રહેલા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. જોકે આ બંને વચ્ચેની મારામારીમાં લોકો વચ્ચે પડીને મામલો શાંત પાડવાની કોશિશ કરતા આ મુસાફર લોકોને પણ માર મારવા લાગતો હતો, જેને લઈને લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
Published by: ankit patel
First published: October 5, 2020, 9:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading