Home /News /south-gujarat /

સુરતઃ પાંડેસરામાં બે મિત્રોના ઝગડામાં સમજાવટ કરવા જવું યુવકને ભારે પડ્યું, પેટ્રોલ નાંખી બાઇક સળગાવ્યું, live video

સુરતઃ પાંડેસરામાં બે મિત્રોના ઝગડામાં સમજાવટ કરવા જવું યુવકને ભારે પડ્યું, પેટ્રોલ નાંખી બાઇક સળગાવ્યું, live video

cctvની તસવીર અને આરોપી

પાંડેસરા વિસ્તારના દેવીદર્શન નગરમાં અસમાજિક તત્વો તરીકે જાણિતા બે યુવાનો ત્યાં ઝગડો કરી રહ્યા હતા. ત્યારે ત્યાં રહેતા એક યુવાન બંનેને સમજવા ગયો હતો ત્યારે આ બે યુવાનમાંથી એકે યુવાને સમજાવતા કરવા આવેલા યુવાની બાઇક પર પેટ્રોલ નાખીને સળગાવી નાખી હતી.

વધુ જુઓ ...
સુરતઃ હજુતો પાંડેસરા વિસ્તારમાં થયેલ હત્યાની (Pandesara murder case) ઘટના તાજી છે ત્યારે આજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વાર સામે આવ્યો હતો. પાંડેસરા વિસ્તારના દેવીદર્શન નગરમાં અસમાજિક તત્વો ઝગડો (fight) કરી રહ્યા હતા. ત્યારે સમજવા ગયેલા યુવાનની બાઈક પેટ્રોલ નાખી (bike fire) સળગાવવામાં આવી હતી.  જોકે પોલીસે આ મામલે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપની ધરપકડ કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં વધી રહેલ ગુના ખોરીની પ્રવૃતિઓને ડામવામાં પોલીસ તંત્રને સતત નિષ્ફળતા મળી રહી હોઈ તેવું કહેવામાં કોઈ બે મત નથી. કારણ કે હજુતો પાંડેસરા વિસ્તારમાં થયેલી હત્યાની ઘટના તાજી છે ત્યારે આજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક ફરી એક વાર સામે આવ્યો હતો. અને આ અસામાજીક તત્વોએ એક બાઈક સળગાવી દેતા ચકચાર મચી જવા પામી છે.

પાંડેસરા વિસ્તારના દેવીદર્શન નગરમાં અસમાજિક તત્વો તરીકે જાણિતા બે યુવાનો ત્યાં ઝગડો કરી રહ્યા હતા. ત્યારે ત્યાં રહેતા એક યુવાન  આ અસામાજિક તત્વોને સમજવા ગયો હતો ત્યારે આ બે યુવાનમાંથી એકે યુવાને સમજાવતા કરવા આવેલા યુવાની બાઇક પર પેટ્રોલ નાખીને સળગાવી નાખી હતી.

આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

આ પણ વાંચોઃ-જેતપુરઃ છરીના 28 ઘા મારી યુવતીને રહેંસી નાખનારો યુવક ઝડપાયો, મરી ગયા બાદ પણ મારતો રહ્યો છરીના ઘા

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

જોકે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જોકે આ ઘટના મામલે પોલીસે તપાસ સાહરુ કરી હતી ત્યારે પોલીસે ને બાઇક સળગાવી નાખનાર યુવાનું નામ સામે આવતા પોલીસે આ યુવાની અટકાયત કરી તેની પૂછપરછ કરતા આ યુવાને બાઈક સળગાવી નાખી હોવાની કબૂલાત કરી હતી.



જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી બાઈક સળગાવી નાખનાર અસામાજિક ટાટવી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવાર-નવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો રહે છે ત્યારે આવા તત્વો પર પોલીસ લગામ લગાવે તે જરૂરી બન્યું છે. નહિ તો ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ઘટતી જ રહેશે.
Published by:ankit patel
First published:

Tags: Latest crime news, Surat crime news, Surat latest crime news, Surat Latest News

આગામી સમાચાર