સુરત : શહેરના સગરામપુરા શંખેશ્વર કોમ્પલેક્ષ પાસે ગઈકાલે નાસ્તો કરવા માટે ગયેલા ત્રણ મિત્રોને કાપડીયા પરિવારે મોબાઈલમાં ગેમ રમવા મુદ્દે થયેલા ઝઘડાની અદાવત રાખી ઢીક્કા મુક્કીનો અને કમરના પટ્ટાથી ઢોર મારમાર્યો હતો. જોકે આ મામલે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે, ત્યારે જાણે પોલીસ અને કાયદાનો લોકોને ડર રહ્યો નથી કારણ કે, સામાન્ય બાબતે લોકો કાયદો હાથમાં લઇને હુમલો કરતા અચકાતા નથી, ત્યારે સુરતમાં મોબાઈલ પર ગેમ રમવા મુદ્દે લબરમુછીયા સગીરોએ મિત્રો સાથે મળીને અન્ય એક યુવાન પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
સુરત : 'સ્ટોન લગાડવા સાડી લેવા ગોડાઉનમાં ગઈ અને...', માલિકનો 23 વર્ષિય પરિણીતા સાથે Rape
સુરતના સગરામપુરા કુબા ઍપાર્ટમેન્ટમાં રહેતા રીક્ષા ચાલક મોહમદ અલી ગુલામ રસુલ નાલબંધનો પુત્ર ઝેડ તેના મિત્ર અસ્તમસ અને સમીર સાથે ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે સગરામપુરા શંખેશ્વર કોમ્પ્લેક્ષ પાસે નાસ્તો કરવા માટે ગયો હતો, તે વખતે મોહમંદ ઉમર મોહમંદ હારૂન કાપડીયા, મોહમંદ હારૂન કાપીડયા અને જબીનબાનુ મોહમંદ હારૂન કાપડીયા ત્યાં આવી મોબાઈલમાં ગેમ રવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી ઝેડ સાથે તકરાર કરી હતી અને જોત જોતામાં ઢીકમુક્કીનો અને કમરના પટ્ટાથી ઢોર માર માર્યો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યાંથી ભાગી છૂટિયાં હતા.
અમદાવાદ : 'લગ્નની લાલચ આપી પ્રેમીએ છૂટાછેડા કરાવી શરીર સબંધ બાંધ્યો, અને બીજે લગ્ન કરી દીધા'
જોકે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોતાના પુત્ર પર થયેલા હુમલાને લઇને પિતા મોહમદ અલી ગુલામ નાલબંધે સુરતના અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હુમલો કરનાર યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. એક મોબાઈલ ગેમ બાબતે કિશોરોએ મિત્ર પર જે રીતે હુમલો કર્યો છે, તેને લઇને આવા કિશોરો ભવિષ્યમાં આજ રીતે ગુનાખોરી ન આચરે તે માટે આવા કિશોરો પર અત્યારથી લગામ તેમના પરિવાર દ્વારા કશવી જોઈએ.