સુરતઃ પુત્રીએ ફોન લોક કરતા દંપતી વચ્ચે થયો ઝઘડો, પતિનો આપઘાત

News18 Gujarati
Updated: March 25, 2019, 8:58 AM IST
સુરતઃ પુત્રીએ ફોન લોક કરતા દંપતી વચ્ચે થયો ઝઘડો, પતિનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

સુરતના અલથાણ ખાતેની હરીઓમ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય રમેશ કટક ખડકાએ સાંજે ઘરની બહાર ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ પતિ પત્ની વચ્ચે થયી સમાન્ય માથાકુટમાં પતિ કે પત્ની આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવા જેવો રસ્તો અપનાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જ્યાં પુત્રીના મોબાઇક ફોનને લોક કરવા જેવી બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેનું લાગી આવતા પતિએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પુત્રીએ મોબાઇલ ફોન લોક કરી દેવાને લઇને પત્ની સાથે થયેલી માથાકૂટ બાદ અલથાણના યુવાને ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના અલથાણ ખાતેની હરીઓમ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય રમેશ કટક ખડકાએ સાંજે ઘરની બહાર ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. રમેશની પુત્રી દીપિકાએ તેનો મોબાઇલ ફોન લોક કરી લીધો હતો.

જેને લીધે તેણે પુત્રી દીપિકાને તમાચો મારતા પત્ની પવિત્રા રમેશ સાથે બાખડી હતી. ત્યારબાદ તેને માઠું લાગી આવતા પત્ની અને બાળકોને રૂમમાં બંધ કરીને ઘરની બહાર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રમેશના અણધાર્યા પગલાથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. બનાવ અંગે ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ ઘરે મળવા આવેલી પ્રેમિકા વાતચીત કરીને ગયા બાદ પ્રેમીનો આપઘાત

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વલસાડમાં ગુજરાતી સ્કૂલની પાછળ, પારડીસાંઢપોરના ઢોડીયાવાડમાં મામા-મામી, માસી તથા મોટાભાઇ સાથે રહેતો દિપ્લેશ પ્રવિણભાઇ પટેલ ડુંગરી ખાતે આવેલી બોલપેનની કંપનીમાં નોકરી કરતો હતો. ભાઇ જયેશ ડુંગરી હાઇવે ઉપર સ્થિત પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે. શુક્રવારે સવારે જયેશ અને તેના મામા હસમુખભાઇ નોકરી ઉપર નીકળી ગયો હતો. જ્યારે માસી ઉષાબેન ખેરગામે કામ કરવા માટે ગયા હતા.
First published: March 25, 2019, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading