સુરત: મકાન ખાલી કરાવવા બાબતે દેરાણીએ જેઠાણીને બચકું ભરી લીધું, મામલો પોલીસ મથકે પહોંચ્યો

સુરત: મકાન ખાલી કરાવવા બાબતે દેરાણીએ જેઠાણીને બચકું ભરી લીધું, મામલો પોલીસ મથકે પહોંચ્યો
તસવીર: Shutterstock

જોત જોતામાં ઝઘડો એટલો ઉગ્ર થઇ ગયો હતો કે, દર્શનાએ હંસાને નખ મારી દીધા હતા અને ડાબા હાથે બચકું ભરી લીધું હતું.

  • Share this:
સુરત: સુરતમાં અનેક વખત સાવ અલગ જ અને વિચિત્ર કિસ્સા સામે આવતા હોય છે. ગતરોજ આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તાર (Katargam Area)માં મકાન ખાલી કરાવવા બાબતે દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો. વાત ફક્ત શાબ્દિક પ્રહારથી અટકી ન હતી, બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. જેમાં દેરાણીને તેની જેઠાણીને નખ મારીને બચકું (Bite) ભરી લીધું હતું. આ મામલે દેરાણી અને જેઠાણીએ સામસામે ફરિયાદ (Police complaint) નોંધાવી છે. કતારગામ વિસ્તારમાં આ કિસ્સો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે.

સુરતમાં દરરોજ અનેક ફરિયાદ પોલીસ મથકે પહોંચે છે. આ ફરિયાદોમાં મિલકત સંબંધી ફરિયાદો વધારે હોય છે. સુરતમાં ઝઘડા અને મારામારીની ફરિયાદો પણ મોટા પ્રમાણમાં પોલીસમાં સામે આવતી રહે છે. હવે સુરતમાં મિલકત માટે દેરાણી અને જેઠાણી વચ્ચે મારામારીની ફરિયાદ સામે આવી છે. આ કિસ્સામાં બંનેએ સામસામી ફરિયાદ નોંધાવી છે. જેમાં દેરાણીએ તેની જેઠાણીને બચકું ભરી લીધુ હતું. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.આ પણ વાંચો: બનાસકાંઠા: ગુજરાત-રાજસ્થાન સરહદે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, બે કિલો ચરસ સાથે હરિયાણાનો યુવક ઝડપાયો

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બહુચરનગરમાં સુરેશ રાઠોડ તેની પત્ની હંસાબેન અને દીકરી સાથે રહે છે. મંગળવારે હંસાબેનનો દિયર દિનેશ અને દેરાણી દર્શના તેમજ દિનેશના સાસુ-સસરા આવ્યા હતા. જોકે, એક જ ઘરમાં રહેવાને લઈને દેરણી-જેઠાણી આમને-સામને થયા હતા. આ મામલે દિનેશે પોતાના ભાઈ સુરેશ અને તેની પત્નીને તેમના ફ્લેટમાં રહેવા જવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: રૂપિયાની ઉઘરાણી માટે યુવકને માર્યો ઢોર માર, પેન્ટ ઉતારી વીજ કરન્ટ આપ્યો, વીડિયો પણ ઉતાર્યો

આ દરમિયાન સુરેશે ફ્લેટમાં કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. હંસાએ એવું જણાવ્યું હતું કે અમને બે દિવસ અહીં રહેવા દો, બે દિવસ બાદ અમે ચાલ્યા જઈશું. જોકે, આવી વાત બાદ દિનેશની પત્ની દર્શનાએ અત્યારે જ મકાન ખાલી કરો એવું કહ્યું હતું. આ વાત બાદ દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો: વલસાડ: ભરબજારમાં વિફરેલી ગાયોનો શ્વાન અને તેના માલિક પર હુમલો, બનાવ સીસીટીવીમાં કેદ

જોત જોતામાં ઝઘડો એટલો ઉગ્ર થઇ ગયો હતો કે, દર્શનાએ હંસાને નખ મારી દીધા હતા અને ડાબા હાથે બચકું ભરી લીધું હતું. હંસાએ દર્શના-દિનેશ તેમજ દિનેશના સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ કરવા કતારગામ પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દર્શનાએ પણ જેઠાણી હંસાબેન વિરુદ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે હંસાએ પણ દર્શના સાથે ઝઘડો કરી દર્શનાની માતાને તમાચા મારીને હાથપગ તોડાવી દેવાની ધમકી આપી હતી. આ કેસમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:February 18, 2021, 08:56 am

ટૉપ ન્યૂઝ