Home /News /south-gujarat /CCTV Video સુરત : પંજાબી જમવા ગયેલા પરિવાર અને ઢાબાના કારીગર-માલિક વચ્ચે મારામારી

CCTV Video સુરત : પંજાબી જમવા ગયેલા પરિવાર અને ઢાબાના કારીગર-માલિક વચ્ચે મારામારી

સુરત મારામારી સીસીટીવી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક સાંઇ પંજાબી ઢાબા આવેલો છે. અહીં ખોડીયાર નગરમાં રહેતા જૈમીનભાઇ રામજીભાઇ બલર જમવા માટે ગયા હતા

સુરત : શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સાંઇ પંજાબી ઢાબા પર મારામારીની ઘટના બની છે. કોઈ વાતને લઈને ગ્રાહક અને ઢાબાના માલિક અને કારીગરો વચ્ચે બબાલ થઇ હતી. આ મામલે પોલીસ ફરિયાદ(Surat Police) પણ નોંધાઈ છે અને આ ઘટનાના સીસીટીવી (CCTV Video) ફૂટેજ પણ સામે આવ્યા છે.

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, ત્યારે પોલીસની નિષ્ક્રિયતાને પગલે સતત ગુનેગાર બેકાબુ બની રહ્યા છે. જાણે સુરતમાં કાયદાની બીક કોઈને રહી નથી તેવી સતત ઘટના સમયે આવે છે તેવામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક સાંઇ પંજાબી ઢાબા આવેલો છે. અહીં ખોડીયાર નગરમાં રહેતા જૈમીનભાઇ રામજીભાઇ બલર જમવા માટે ગયા હતા. જ્યાં જમવાની વાતને લઈને બોલાચાલી થઇ હતી અને બાદમાં વાત મારામારી સુધી પહોંચી ગયી હતી.

જમવા ગયેલા આ પરિવાર દ્વારા હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. જોકે તોડફોડની સમગ્ર ઘટના હોટલમાં રહેલ સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. આ સમગ્ર મારામારી મામલે કાપોદ્રા પોલીસ મથકમાં સામ-સામે ફરિયાદ પણ નોંધાઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આ સંપૂર્ણ મારામારી કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે યુવકને માર મારવામાં આવી રહ્યો છે. હાલ આ મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.



આ વિસ્તારમાં ગતરોજ એક સ્પામાં પણ આજરીતે મારામારી થઈ હતી. આ વિસ્તારમાં કોરોના હોવા છતાંય મોડી રાત્રે હોટલો ચાલુ રાખતા આજ પ્રકારની મારામારી થવાની સતત ઘટના સામે આવે છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, આ ઘટના બાદ પોલીસ આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. મોડી રાત સુધી ધમધમતી હોટલો માટે આજ પ્રકારની મારામારી થવા દેશે .જોકે આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી પણ આરોપીઓની ધરપકડ કરી નથી.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો