સુરત: કોલેજમાં બબાલ, એક વિદ્યાર્થી પર કરાયો જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ


Updated: March 7, 2020, 10:20 PM IST
સુરત: કોલેજમાં બબાલ, એક વિદ્યાર્થી પર કરાયો જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ
વાંચનાલયમાં અવાજ કરી તોફાન કરતા વિદ્યાર્થીને ઠપકો આપવા ગયેલા વિદ્યાર્થી પર હુમલો

વાંચનાલયમાં અવાજ કરી તોફાન કરતા વિદ્યાર્થીને ઠપકો આપવા ગયેલા વિદ્યાર્થી પર હુમલો

  • Share this:
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી VT પોદાર કોલેજમાં વાંચનાલયમાં કેટલાક વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરતા હતા, ત્યારે કેટલાક વિદ્યાર્થી ધમાલ અને બુમાબુમ કરતા હતા. જેને પગલે એક વિદ્યાર્થી આ બાબતે ઠપકો આપવા જતા, ધમાલ કરનાર વિદ્યાર્થીઓએ તેની પર હુમલો કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે એક વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી હતી. આ વિદ્યાર્થી પર અન્ય કોઈ નહીં પણ તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

પાંડેસરા વિસ્તારમાં આવેલી VT પોદાર કોલેજમાં BCAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાલમાં ઇન્ટર્નલ પરીક્ષાઓ ચાલતી હોવાથી વિદ્યાર્થી વાંચનાલયમાં વાંચી રહ્યા હતા અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે આજ કોલેજમાં અભ્યાસ કરતો ગૌરવ નામનો વિદ્યાર્થી વાંચનાલય ખંડમાં બુમાબુમ કરી રહ્યો હતો. જેને અવાજ ન કરવા મયંક મિશ્રાએ ઠપકો આપ્યો હતો, જેને લઇને ગૌરવ ઝઘડા પર ઉતરી આવ્યો હતો અને ગાળા ગાળી કરવા લાગ્યો હતો.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થી


જોકે ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું. જોકે 10:30 થી 12:30 વચ્ચેની પરીક્ષા પુરી થયા બાદ તેઓ ઘરે જવા કોલેજ બહાર નીકળતાની સાથે જ ગૌરવ તેના મિત્રો સાથે હાથમાં ચપ્પુ અને ફટકા સાથે તેના પર તૂટી પડ્યો હતો, અને જાહેરમાં માર મારી ભાગી ગયો હતો. આ ઘટના બાદ બીજા વિદ્યાર્થી મયંકની મદદ માટે દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી, જોકે આ મામલે હંગામો મચતા પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
First published: March 7, 2020, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading