સુરતઃ મિત્રતામાં યુવક સાથે ફોટો પડાવવો શિક્ષિકાને ભારે પડ્યો, યુવકે ગર્લફ્રેન્ડ દર્શાવી ફોટો વાયરલ કર્યો

સુરતઃ મિત્રતામાં યુવક સાથે ફોટો પડાવવો શિક્ષિકાને ભારે પડ્યો, યુવકે ગર્લફ્રેન્ડ દર્શાવી ફોટો વાયરલ કર્યો
પ્રતિકાત્મક તસવીર

આ ફોટા પર માય ગર્લફ્રેન્ડ્સ, આઇ એમ સો લકી ટુ હેવ સો મેની વુમન ઇન લાઇફ લખીને ઇન્સ્ટાગ્રામ ઉપર યુવને શેર કર્યો હતો. જોકે આ ફોટામાં દેખાતી મહિલાના ભાઈ દ્વારા આ મહિલાને જાણકારી આપવામાં આવી હતી.

  • Share this:
સુરતઃ શહેરના અડાજણ ખાતે એક કાર્યક્રમમાં મહિલા મિત્ર સાથે એક યુવાને ફોટો પડાવ્યો હતો. જોકે આ ફોટો એક સોશિયલ મીડિયામાં વાયરલ (social media) થયો હતો જેમાં તેની આટલી બધી ગલફેન્ડ છે અને તે લખી છે તેવું લખાણ કરવામાં આવ્યુ હતું. જોકે આ ફોટો મિત્રતા ભાવે પડાવ્યા બાદ આવું લખણ કરી વાયરલ થતા આ ફોટામાં રહેલી એક મહિલાએ આ મામલે પોલીસ માથોક ફરિયાદ (police complaint) નોંધાવી છે

સુરતના અડાજણ ખાતે પાંચ યુવતી સાથે ઉભા રહીને એક યુવાને ફોટો પાડ્યો હતો. જોકે આ ફોટા પર માય ગર્લફ્રેન્ડ્સ, આઇ એમ સો લકી ટુ હેવ સો મેની વુમન ઇન લાઇફ લખીને    ઇન્સ્ટાગ્રામ ઉપર યુવને શેર કર્યો હતો. જોકે આ ફોટામાં દેખાતી મહિલાના ભાઈ દ્વારા આ મહિલાને જાણકારી આપવામાં આવી હતી કે તેના ફોટા પર લખાણ સાથે ફરી રહ્યો છે. અને તેને જે યુવાન સાથે ફોટો પડ્યો છે તે તેને ગલફ્રેડ તરીકે દર્શાવી રહ્યો છે.જોકે આ મહિલા સાથે અણીયા ચાર યુવતી જે  ફેમિલી ફ્રેન્ડ સાથે જે ફોટો પડાવ્યો છે તે ફોટો હેરી ફોરએવરના ઇન્સ્ટા. એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો. જેમાં પોતાની સંખ્યાબંધ ગર્લફ્રેન્ડ હોવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી માનતો હોવાની કેપ્શન લખવામાં આવી હતી. મિત્રભાવે પડાવેલા ફોટોનો આ રીતે દુરુપયોગ થતાં આ શિક્ષિકા વિફરી હતી અને અડાજણ પોલીસ મથકે પહોંચી હતી.

આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

યુવતીએ આક્ષેપ કર્યો હતો કે ફેમિલી ફ્રેન્ડની પત્ની આ એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી અને તેણે જ આ પ્રકારની કોમેન્ટ લખી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતાં કેશન સાથેનો ફોટો કોણે શેર કર્યો છે તેને લઇને તપાસ હાથ ધરી છે. જોકે મિત્રતામાં પડેલા ફોટામાં આ યુવાન સોસલમીડિયા દ્વારા આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે.ત્યારે બીજી બાજુ યુવાને આ ફોટો વાયરલ કર્યો નથી. અને તેની પત્ની દ્વારા આ ફોટા વાયરલ કરવામાં આવ્યાના આક્ષેપ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે પતિ પત્નીના પણ બનાવને લઈને આ ક્રૂત્ય કરવામાં આવ્યુ છે કેમ તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.
Published by:ankit patel
First published:March 03, 2021, 21:54 pm

ટૉપ ન્યૂઝ