'સ્કૂલો ફી નહીં ઉઘરાવી શકે', હાઈકોર્ટેના આદેશથી વાલીઓમાં ખુશીનો માહોલ, ઓનલાઈન શિક્ષણનું શું થશે?

'સ્કૂલો ફી નહીં ઉઘરાવી શકે', હાઈકોર્ટેના આદેશથી વાલીઓમાં ખુશીનો માહોલ, ઓનલાઈન શિક્ષણનું શું થશે?
વાલીઓએ એક બીજાને મીઠાઇ ખવડાવી ઉજાણી કરી

રાજય સરકારની એફેડેવિટ બાદ હાઇકોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે, ખાનગી સ્કુલ સંચાલકોના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી

  • Share this:
રાજ્યમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ફિને લઇને વાલીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા હતા. આવામાં કોરોનાના કપરા કાળમાં સ્કુલો હજી રાબેતા મુજબ ચાલુ થઇ નથી, પરંતુ સ્કુલો દ્વારા ફિની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદ વાલીઓ દ્વારા અવર નવર કરવામાં આવી છે. ત્યારે હાઇકોર્ટના આદેશને વાલીઓએ વધાવી લીધો હતો અને સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વાલીઓએ એક બીજાને મીઠાઇ ખવડાવી ઉજાણી કરી હતી.

હાલમાં સ્કુલો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતુ હતું. ત્યારે રાજય સરકારની એફેડેવિટ બાદ હાઇકોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે, ખાનગી સ્કુલ સંચાલકોના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, જયા સુધી સ્કુલો નહીં ચાલું થાય ત્યા સુધી સંચાલકો વાલીઓ પાસેથી ફિની વસુલાત નહિ કરી શકે. જેને લઇને વાલીઓમાં તો ખુશીની લહેર ફેલાઇ છે. પરંતુ સુરત શહેરના સંચાલકો અને શિક્ષકોમાં ચૌકસ તેને લઇને નીરાશા ફેલાઇ છે.હાઇકોર્ટ અને સરકારના આ નિર્ણયને કારણે ખાનગી શાળાના સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ બધ્ધા વચ્ચે વાલીઓ બહુ ખુશ છે કારણ કે ઓનલાઇન શિક્ષણની જફામાંથી છુટયા સાથો સાથ જયા સુધી સ્કુલો ચાલું નહીં થાય ત્યા સુધી ફિની પળોજળમાથી પણ મુકતી મળી છે. જેથી વાલીઓ ખુશીથી ફુલા નથી સમાઇ રહ્યા. આજે વાલીઓએ એક સાથે ભેગા થઇને મીઠાઇ ખવડાવી નિર્ણયને વધાવી લીધો હતો.

બીજીબાજુ, ઓનલાઇન શિક્ષણ બાબતે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને સરકાર અનુસરશે. વાસ્તવિક રીતે શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ પણ શાળાઓ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરીમાં નાના બાળકો માટે રીશેષ સાથેના બે શેસન રાખવા તાકીદ કરાઈ છે. પ્રિ-પ્રાઇમરીમાં ઓનલાઇન શિક્ષણને લઈને વાલીઓને હાજરી આપવા સાથે ૩૦ મિનિટ ઓનલાઇન શિક્ષણ આપી શકાશે.

માધ્યમિક માટે રિશેશ સાથેના ચાર શેશન રાખવા તાકીદ કરાઈ છે. શાળાઓ એ પ્રી રેકોરડેડ મટીરીયલ મોકલવાનું રહેશે. 30થી 60 મિનિટ બાદ રીશેષ રાખવી ફરજિયાત રહેશે. વાલીઓ તરફથી અને સ્કૂલો તરફથી આવતીકાલે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે કોર્ટ આ તમામ કેસમાં મહત્ત્વના નિર્દેશો જારી કરી શકે છે.
Published by:kiran mehta
First published:July 23, 2020, 18:59 pm

टॉप स्टोरीज