સુરત: 'ફાયનાન્સર લાલા રોજ જાનથી મારી નાખવાની ધમકી આપતો', સુસાઈડ નોટ લખી વેપારીએ કર્યો આપઘાત

સુરત: 'ફાયનાન્સર લાલા રોજ જાનથી મારી નાખવાની ધમકી આપતો', સુસાઈડ નોટ લખી વેપારીએ કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

બે મહિનાનું વ્યાજ નહી ચુકવતા લાલાઍ અવાર નવાર ઘરે આવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, સાથે બાઈકની આરસી બુક, બે કોરા ચેક બળજબરીથી લઈ ગયા

  • Share this:
સુરત : અમરોલી કોસાડ ગામમાં રહેતા અને કેટરીંગના કોન્ટ્રાકટરે ફાયનાન્સરની પઠાણી ઉઘરાણી અને અવાર નવાર જાનથી મારી નાંખવાની ધમકીથી કંટાળીને સુસાઈટ નોટ લખી ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે સુસાઈટ નોટના આધારે તેની પત્નીની ફરિયાદ લઈ ફાયનાન્સર અને તેના મળતીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડગામ લીંબડા ફળિયુમાં રહેતા ભાનુબેન અરૂણભાઈ સોનીએ ગઈકાલે લાલા અને તેના મળતીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ભાનુબેનના પતિ અરૂણભાઈ કેટરીંગનું કામ કરવાવાળા વેઈટરો અને જમવાનું બનાવવાવાળી મહિલાઓનો કોન્ટ્રાક્ટ લેવાનો ધંધો કરતા હતા અને પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન અરૂણભાઈઍ રાત્રે ઘરમાં છતમાં ફીટ કરેલા એન્ગલમાં હુક સાથે ડબલ દોરી બાંધી ફાંસોખાઈ આપધાત કર્યો હતો.આ પણ વાંચોસુરત : મહિલા વકીલે ફાંસો ખાઈ કર્યો આપઘાત, મરતા પહેલા ફોન કેમ કર્યો ફોર્મેટ? બન્યું રહસ્ય

આ દરમિયાન પોલીસને ભાનુબેનના ઘરનું પંચનામુ કરતી વખતે અરૂણભાઈઍ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઈટ નોટ નોટબુકમાંથી મળી આવી હતી. જેમાં વ્યાજનો ધંધો કરતા લાલા પાસેથી અરૂણભાઈઍ રૂપિયા ૨૦ હજાર વ્યાજે લીધા હતા અને દર અઠવાડિયે રૂપિયા ૧૪૦૦ વ્યાજ ચુકવતો હતો. મહિને રૂપિયા ૫૬૦૦ વ્યાજે પેટે આપતો હતો. જોકે, લોકડાઉનમાં મંદીના કારણે બે મહિનાનું વ્યાજ નહી ચુકવતા લાલાઍ અવાર નવાર ઘરે આવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, સાથે બાઈકની આરસી બુક, બે કોરા ચેક બળજબરીથી લઈ ગયા હતા અને અવાર નવાર તેના મળતીયાઓને ઘરે મોકલી માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ઘમકી આપતો હતો. તેના કારણે અરુણભાઈ નાસીપાસ થઈ આપઘાત કર્યો હતો.

આ બનાવ અંગે પોલીસે ભાનુબેનની ફરિયાદ લઈ ફાયનાન્સર લાલા અને તેના સાગરીતો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:August 02, 2020, 18:05 pm