સુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો


Updated: August 4, 2020, 9:36 PM IST
સુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો
સુરતમાં શાકભાજીના ભાવમાં મોટો કડાકો

ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો હવે શાકભાજીનું વાવેતર કાઢીને ડાંગરની વાવણી કરવા લાગ્યા છે

  • Share this:
કોરોના મહામારીને લઈને લઇને સુરતની એપીએમસી માર્કેટને તો કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ છે પણ તેની સાથે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો હવે શાકભાજીનું વાવેતર કાઢીને ડાંગરની વાવણી કરવા લાગ્યા છે, ત્યારે શાકભાજીને લઈને કોને કેટલું નુકસાન જોઈએ.

કોરોનાના કારણે શાકભાજીના વેચાણમાં 50 ટકા કરતા વધુનો ઘટાડો થયો છે. ગત વર્ષે મે અને જૂન 2019માં 10,22,420 કવિન્ટલની તુલનામાં આ વર્ષે મે અને જૂન 2020માં 4,52,300 કવિન્ટલ શાકભાજીનું જ વેચાણ થયું છે. ગત વર્ષે મે મહિનામાં 5,18,220 કવિન્ટલની તુલનામાં આ વર્ષે 1,86,600 કવિન્ટલ શાકભાજી જ વેચાયું છે. જ્યારે જૂન 2019માં 5,04,200 કવિન્ટલ શાકભાજીના વેચાણની સામે જૂન 2020માં 2,65,700 કવિન્ટલ શાકભાજીનું જ વેચાણ થઈ શક્યું છે.

એપીએમસી ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે, શાકભાજીની માંગમાં ઘટાડો થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેનું મુખ્ય એક કારણ એ છે કે, શહેરમાંથી 20 લાખ કરતા વધુ લોકો વતન પરત જતા રહેતા શાકભાજીની માંગમાં જંગી ઘટાડો નોંધાયો છે. લોકડાઉન હળવું થતા સુરતમાં વસતા યુપી, બિહાર, રાજસ્થાન, ઝારખંડના પરપ્રાંતિયો સહિત સૌરાષ્ટ્રવાસીઓ પણ પોતાના વતન રવાના થઈ ગયા હતા. હાલમાં શહેરમાં 20 લાખ કરતા પણ ઓછી વસ્તી થઈ ગઈ છે.

બીજી બાજુ લોકોની આર્થિક પરિસ્થિતિ પણ નબળી પડતા લોકોએ લીલા શાકભાજી ખરીદવાનું ટાળ્યું છે. મોટાભાગના લોકોએ ખોરાકમાં કઠોળનો ઉપયોગ વધાર્યો છે. બેરોજગાર પરિવારો રોજિંદા ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે. ઉપરાંત કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હજીપણ શાકભાજીનું વેચાણ બંધ રાખવામાં આવ્યું છે. શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ કોરોના ફેલાવતા હોવાના ડરના કારણે પણ લોકો તેમને સોસાયટીમાં પ્રવેશ આપતા નથી અથવા તેમની પાસે શાકભાજી ખરીદતા નથી, આ કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યા છે.

શાકભાજી ખરીદીના આંકડા(કવીંટલમાં) પર પણ નજર કરવા જેવા છે

*કાંદા*મે 2019--1,51,120
મે 2020--40,000

જૂન 2019--1,40,000
જૂન 2020--60,500

*ટામેટાં*
મે 2019--1,09,600
મે 2020--45,500

જૂન 2019--84,000
જૂન 2020--50,900

*રીંગણ*
મે 2019--26,500
મે 2020--8,500

જૂન 2019--20,000
જૂન 2020--13,500

*કોબીજ*
મે 2019--40,500
મે 2020--15,500

જૂન 2019--40,000
જૂન 2020--22,500

*ફ્લાવર*
મે 2019--22,000
મે 2020--18,000

જૂન 2019--30,000
જૂન 2020--24,000

*ભીંડા*
મે 2019--71,000
મે 2020--17,000

જૂન 2019--80,000
જૂન 2020--25,000

*ગુવાર*
મે 2019--15,000
મે 2020--6000

જૂન 2019--15,000
જૂન 2020--8,500

*મરચાં*
મે 2019--38,000
મે 2020--12,000

જૂન 2019--38,000
જૂન 2020--20,000

*આદુ*
મે 2019--12,000
મે 2020--8,900

જૂન 2019--10,000
જૂન 2020--17,000

*લીંબુ*
મે 2019--17,000
મે 2020--10,000

જૂન 2019--14,000
જૂન 2020--14,000

*તુવેર*
મે 2019--1500
મે 2020--600

જૂન 2019--1200
જૂન 2020--800

*પરવળ*
મે 2019--14,000
મે 2020--4600

જૂન 2019--32,000
જૂન 2020--9000

કુલ
મે 2019--5,18,220
મે 2020--1,86,600

જૂન 2019--5,04,200
જૂન 2020--2,65,700

જોકે બીજી બાજુ વાત કરવામાં આવે તો અહીંયા ખેડૂતો દ્વારા શાકભાજી વાવેતર કાર્યા બાદ જયારે બજારમાં શાકભાજી મોકલવામાં આવે છે, ત્યારે માર્કેટના વેપારી દ્વારા ડીમાંડ ઓછી છે કહીને ભાવ આપવામાં નથી આવતા, જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. સારા ભાવ નહીં મળવા સાથે પોતે કરેલ ખર્ચ પણ કાઢવો અઘરો બન્યો છે, તેવામાં ખેડૂતો દ્વારા શાકભાજીના પાકને કાઢી નાખીને તેમની જગ્યા પર ડાંગરના રોપાં કરવામાં આવી રહ્યા છે, જેને લઈને આગામી દિવસ તેમને કઈ રીતે ફાયદો થાય.

જોકે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મહત્વનો પાક શાકભાજી સાથે ડાંગરની વાવણી કરતા હોય છે. જોકે દક્ષિણ ગુજરાતમાંથી પરિવાર ભીડ સહિતનો માલ સુરતના બજાર સાથે મહારાષ્ટ ખાતે પણ જતો હોય છે. જોકે કોરોના મહામારી વહચે આ માલ મહારાષ્ટ સાથે અન્ય રાજયોમાં જતો નથી, જેને લઇને ખેડૂતો આ તમામ માલ સુરતના બજારમાં જ વેચવો પડે છે. સાથે સાથે સુરતમાં 40-50 ટકા વસ્તી પોતાના વતન જતી રહેવાને લઈને શાકભાજીની ડિમાંડ ઓછી છે જેથી, સુરતના વેપારી સસ્તા ભાવે વેચાણ કરી પોતાનું નુકસાન નથી કરતા પણ ખેડૂતોને મોટું નુકસાન કરી રહ્યા છે. ત્યારે વેપારી પોતાના નુકસાનને બદલે ખેડૂતોને ખેતીમાં થયેલ ખર્ચ કરતા પણ ઓછા ભાવ આપતા ખેડૂતોને રાત પાણીએ રડવાનો વારો આવ્યો છે.
Published by: kiran mehta
First published: August 4, 2020, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading