સુરત અગ્નિકાંડ : ફાયર અધિકારી સામે નોંધાયો અપ્રમાણસર મિલકતનો ગુનો

News18 Gujarati
Updated: September 12, 2019, 3:56 PM IST
સુરત અગ્નિકાંડ : ફાયર અધિકારી સામે નોંધાયો અપ્રમાણસર મિલકતનો ગુનો
તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગી હતી તે વખતની તસવીર

પાલિકાના બે અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના ગુના નોંધાયા બાદ ત્રીજા ગુનો ફાયર અધિકારી સંજય આચાર્ય નોંધવામાં આવ્યો છે.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ/ઋત્વીજ સોની,  સુરત : 24 મેનાં રોજ સુરત તક્ષશિલા અગ્નિ કાંડ થયો હતો તે કોઇ ભૂલી શકે તેમ નથી. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનાને આટલા મહિનાઓ થઇ ગયા છતાં તપાસ પૂર્ણ જ થઇ નથી રહી. આ કાંડમાં આજે એસીબી દ્વારા ડેપ્ય્ટી ચીફ ફાયર અધિકારી સંજય આચાર્ય સામે અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફાયર અધિકારી પાસે 81.40 % જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે. તેમની પાસે રૂ 67 લાખથી વધુની મિકલતો મળી આવી છે. મહત્વનું છે કે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય હાલમાં લાજપોર જેલમાં કેદ છે. આ બનાવમાં તક્ષશીલા બિલ્ડીંગનું ગેરકાયદેસર બાંધકામ અને તેના વપરાશ બાબતે સુરત મહાનગર પાલિકાનાં અધિકારીઓ દ્વારા આ બિલ્ડર સાથે મીલીભગત તથા ગેરકાયદેસર રૂપિયા મેળવ્યા હોવાની શક્યતા જણાતા એસીબી દ્વારા સુઓમોટો કોગ્નીઝન્સ લેવામાં આવેલ છે.

આ પણ વાંચો :  સુરતઃ ગણેશ પંડાલમાં તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ બનાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ

24 મે 2019નો ગોજારો દિવસ સુરત સહિત ગુજરાત અને દેશ ભૂલે તેમ નથી. સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જેમાં ધાબા પર બનાવવામાં આવેલા શેડમાં ચાલતા ક્લાસીસના 22 જેટલા માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. 22 માસૂમોનાં મોતના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અને ધરણા કરીને ન્યાયની માંગ કરવામાં આવી રહી હતી. મૃતકોના પરિવારજનોએ થોડા દિવસો પહેલા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપીને ચોથીવાર રજૂઆત કરી હતી. તેઓ આટલા સમય પછી પણ ન્યાયની રાહ જોઇ રહ્યાં છે.

આ પણ જુઓ : સુરત અગ્નિકાંડ : બળવાની ગંધ આવતા ક્લાસ સંચાલકે બારણું બંધ કરાવ્યું અને...

પાલિકાના બે અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના ગુના નોંધાયા બાદ ત્રીજા ગુનો ફાયર અધિકારી સંજય આચાર્ય નોંધવામાં આવ્યો છે. એસીબીની તપાસમાં 67 લાખથી વધુની 81.40% જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ અગાઉ પાલિકાના ડેપ્યુટી ઈજનેર વિનુભાઈ કરસનભાઈ પરમાર પાસેથી 1 કરોડથી વધુની 116% જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી હતી. અને જુનિયર ઈજનેર હરેરામ દુર્યોધનસિંહ પાસેથી 42 લાખથી વધુની 47 % વધુ અપ્રમાણસરની મિલકત મળી આવી હતી. જેથી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે. અને હાલ ત્રણેય અધિકારીઓ લાજપોર જેલમાં બંધ છે.

 
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर