મહુવા: 8 દિવસ પહેલા પુત્રની હત્યા, આજે કરી પિતાએ આત્મહત્યા

News18 Gujarati
Updated: June 17, 2019, 2:46 PM IST
મહુવા: 8 દિવસ પહેલા પુત્રની હત્યા, આજે કરી પિતાએ આત્મહત્યા
સજયસિંહ દેસાઇની ફાઇલ તસવીર

આજે વહેલી સવારે સંજય દેસાઇનાં પિતાએ દીકરીનાં ઘરનાં ઘાબા પર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે.

  • Share this:
કેતન પટેલ, મહુવા : મહુવા તાલુકાનાં આંગલધરા ખાતે ગત 9મી જૂનનાં રોજ વજન કાંટાના માલિક અને ખેડૂત સંજયસિંહ દેસાઈની અજાણ્યા શખ્શોએ 7 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા થઇ હતી. જે બાદ આજે વહેલી સવારે સંજયસિંહનાં પિતા દિલીપસિંહ દેસાઇએ પણ આત્મહત્યા કરી લીધી છે.

પુત્રીનાં ઘરે કરી આત્મહત્યા

સંજયસિંહની હત્યા માં તેમના પિતા દિલીપસિંહ દેસાઇનો હાથ છે તેવો ગામજનોનો આરોપ હતો. પોલીસ પણ તેમની કડક કાર્યવાહી કરી રહ્યાં હતાં. જેથી પુત્રની હત્યા પછી તેઓ સતત માનસિક તાણમાં રહેતા હતાં. આજે વહેલી સવારે સંજય દેસાઇનાં પિતાએ દીકરીનાં ઘરનાં ઘાબા પર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. આ હત્યામાં યુવાનના પિતા અને બેન બનેવીઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી.

દિલીપસિંહે આપઘાત કર્યો ત્યાંની પોલીસ તપાસ


સંજયસિંહની પત્નીની ફરિયાદ

સંજયસિંહ જ્યારે મોડી રાતે ઓફિસમાં હતાં ત્યારે તેમના પર અજાણ્યાં શખ્શોએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી 5 ગોળી સંજયસિંહને મારી હતી. જે બાબતે સંજયસિંહના પત્ની કૃપાબેન દેસાઇએ મહુવા પોલીસમાં હત્યા બાબતે પતિના બેન બનેવી તથા પિતાના જમીન બાબતે અવાર-નવાર ઝગડાઓ થતાં હોવાથી હત્યા અંગે શંકા વ્યક્ત કરતાં પોલીસેએ દિશામાં તપાસ હાથ ધરી હતી.  જે બાદ સતત પોલીસ તપાસને કારણે હત્યા પછીથી પિતા સતત માનસિક તાણમાં રહેતા હતાં. તેઓએ આજે ડિગ્રીમોરા ગામે રહેતી દીકરીનાં ઘરે વહેલી સવારે આત્મહત્યા કરી લીધી છે. દીકરીનાં ઘરે ધાબા પર બનાવેલા લોખંડનાં શેડ સાથે ફાયબર વાયરથી ફાંસો ખાઇ લીધો છે.આ પણ વાંચો : દાહોદમાં માતા-પુત્રીની ચકચારી હત્યાના આરોપીનો જેલમાં ફાંસો ખાઈને આપઘાત

સમાજમાં પણ રોષ

મળતી માહિતી પ્રમાણે રાજપૂત સમાજના આગેવાનો હત્યાના આરોપીને પોલીસ વહેલી તકે ઝડપી આકરી સજા ફટકારે એ સંદર્ભે મહુવા પોલીસ મથક આગળ ધરણા પર બેસવાની તૈયારી કરી રહ્યા છે. સમાજ તથા સમગ્ર ગ્રામજનો પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
First published: June 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading