પાલક પુત્રી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવવાના કેસમાં પાલક પિતાને આજીવન કેદ

News18 Gujarati
Updated: October 22, 2019, 11:10 PM IST
પાલક પુત્રી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવવાના કેસમાં પાલક પિતાને આજીવન કેદ
પ્રતિકાત્મક તસવીર

સતત ચાર વર્ષ સુધી હવસખોર અજયે કિશોરી સાથે અવારનવાર બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરત કોર્ટ દ્વારા એક પિતા દ્વારા તેની પાલક દિકરી પર દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા આપતો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસ સુરતની એડિ. સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટે રેકર્ડ પરના પુરાવા અને સાક્ષીઓની જુબાની તથા એપીપી કિશોર રેવલીયાની દલીલોને ધ્યાને રાખી અજય શર્માને ગુનેહગાર ઠેરાવ્યો હતો. આ સાથે પોક્સો એકટ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

2011માં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો મુળ બિહારના પટનાનો વતની અજય શર્મા સુથારી કામ કરતો હતો. તેના જ પડોશમાં રહેતા પરિવારે કેન્સરની બિમારીમાં ઘરનો મોભી ગુમાવ્યો હતો. ત્યાર બાદ અજય શર્મા આ પરિવારના બાળકોની સાર સંભાળ રાખતો હતો. આ જોઈ પિતાના અવસાન બાદ વિધવા થયેલી મહિલાએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અજયને પોતાની સાથે ઘરમાં જ રહેવા જણાવ્યુ હતુ. અજયે હા પાડતા બાળકોને તેના પાલક પિતા તરીકે સ્વીકાર કર્યો હતો. થોડા જ દિવસમાં અજયે પોતાનુ પ્રોત પ્રકાશ્યું હતુ. 2011 ના વર્ષમાં અજયે પરિણીતાની 14 વર્ષીય કિશોરીને નવરાત્રીના દિવસોમાં સૌ પ્રથમવાર તેની શારીરિક હવસનો શિકાર બનાવી હતી. પરિવારના અન્ય સભ્યોની ગેરહાજરીમાં તેણી સાથે બળજબરી દુષ્કર્મ કર્યુ હતુ.

સતત ચાર વર્ષ સુધી હવસખોર અજયે પરિવારના સભ્યોની ગેરહાજરી વચ્ચે કિશોરી સાથે અવારનવાર બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. જેના કારણે કિશોરી બે માસનો ગર્ભ રહી ગયો હતો. તરૂણી બે માસથી પિરીયડમાં નહીં આવતા ગર્ભ દૂર કરવા અજય શર્માએ તેણીને અનેકવાર કાચા પાકા પપૈયા અને ઈંડા ખવડાવ્યા હતા. આ અંગે કિશોરીની માતાને શંકા ગઈ હતી. અંતે જૂન 2015 માં તરૂણીએ માતાને પોતે આપઘાત કરી લેવાની ધમકી આપતા નરાધમ પાલક પિતા અજય શર્માના પાપનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે અમરોલી પોલીસ મથકમાં પોસ્કો એક્ટ હેઠળ હવસખોર અજય શર્મા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તેની પોલીસ ધરપકડ કરી હતી
First published: October 22, 2019, 11:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading