Surat Crime: નશાના રવાડે ચડેલા યુવકને સુધારવા પિતાએ જ પુત્રનું કરાવ્યું અપહરણ, પિતા સહિત ચારની ધરપકડ
Surat Crime: નશાના રવાડે ચડેલા યુવકને સુધારવા પિતાએ જ પુત્રનું કરાવ્યું અપહરણ, પિતા સહિત ચારની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
Surat Crime News: પોતાના મિત્રના દીકરાને સુધારવાનો પ્રયાસ કરવો ચાર મિત્રોને પડ્યો ભારે પોલીસે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતઃ સુરતના અમરોલી વિસ્તારમાં કાકાને ત્યાં રહેતો અને નશાના રવાડે ચઢેલા યુવાનને સુધારવા માટે પિતાએ પોતાના ચાર મિત્રો સાથે મળીને પુત્રનું રાતના સમયે સ્કોર્પિયોમાં (Scorpio) ફરે કરાવ્યું હતું. અને નશામુક્તિ કેન્દ્રમાં મોકલતા પહેલા ઓફિસમાં (office) ગોંધી રાખ્યો હતો. જોકે મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરેલા યુવાનના કાકા જગદીશ માલવયાએ યુવકને ફોન કરતા બંધ આવ્યો હતો. જેને લઇને કાકા તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરી હતી. અને પોલીસે મોબાઇલ લોકેશનના (Mobile location) આધારે યુવકને છોડાવી પિતાના ચાર મિત્રોની ધરપકડ કરી છે. એટલે કે પોતાના મિત્રના દીકરાને સુધારવાનો પ્રયાસ કરવો ચાર મિત્રોને પડ્યો ભારે પોલીસે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં અમરદીપ સોસાયટીમાં કાકાના પુત્ર સાથે loan consultant તરીકે કામ કરતા 32 વર્ષીય જગદીશ પ્રેમજી માલવીયા ગઈકાલે રાત્રે સવા બે વાગ્યે સુવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે એક કારમાં તેમના ઘર પાસે આવીને ઘરની બહાર બોલાવી નંબર પેટ્રોલની scorpio માટે તેનું અપહરણ કરીને લઈ ગયા હતા.
જોકે થોડી જ વારમાં પિતરાઈ ભાઈએ કલ્પેશ જગદીશ ને ફોન કરતાં તેનો ફોન ન લાગતા તેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેને લઇને અમરોલી પોલીસે જગદીશના મોબાઇલ લોકેશનના આધારે સાયન ચેકપોસ્ટ નજીકથી આ ગાડી પસાર થયા હોવાની જાણકારી પોલીસને મળી હતી. જોકે બીજે દિવસે સવારે કઠોળના જય ચેરીટેબલ નશામુક્તિ કેન્દ્રમાંથી કલ્પેશને ફોન આવ્યો હતો કે હું જગદીશ બોલું છું અને મારું અપહરણ કરી મને નશામુક્તિ કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે.
મારું અન્ય કોઈ નહિ પણ મારા પિતાના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે કલ્પેશભાઈ તરત જ આ બાબતની જાણકારી પોલીસ જાપ્તા પોલીસ તાત્કાલિક જય ચેરીટેબલ નશામુક્તિ કેન્દ્રમાં પહોંચી હતી અને જગદીશને છોડાવી લીધો હતો. જોકે પોલીસે આ જગતમાં પણ કરવામાં ચાર લોકોની અટકાયત પણ કરી હતી. અટકાયત કરેલા લોકોની પૂછપરછ કરતાં પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી.
કારણ કે જગદીશ જે રીતે નશાના રવાડે ચડયો હતો તેનાથી દૂર કરવા માટે જગદીશના પિતા દ્વારા જ તેમના મિત્રો અને તેમના પુત્રનું અપહરણ કરી અને નશામુક્તિ કેન્દ્રમાં મુકવા માટે કીધું હતું. જોકે પકડાયેલા ચારેય આરોપીઓએ યુવાનનું અપહરણ કરી સૌ પ્રથમ તો પહેલા પોતાની ઓફિસમાં ગોંધી રાખ્યો હતો. ત્યારબાદ તેને નશા મુક્તિ કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.
જોકે જગદીશના પિતાના મિત્રોને પોતાના મિત્રના દીકરાને સુધારવા માટેની મદદ કરવી ભારે પડી હતી. હાલ પોલીસે આ મામલે અપહરણનો ગુનો દાખલ કરી જગદીશના પિતાના ચાર મિત્રોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર