સુરતઃ પિતાએ પુત્રનું અપહરણ કર્યું, પોલીસે બાળકને છોડાવી માતાને કબજો આપ્યો

News18 Gujarati
Updated: September 28, 2019, 6:27 PM IST
સુરતઃ પિતાએ પુત્રનું અપહરણ કર્યું, પોલીસે બાળકને છોડાવી માતાને કબજો આપ્યો
પોલીસ સ્ટેશનની તસવીર

પારિવારિક ઝઘડામાં અને નાસિકમાં સ્કૂલમાં એડમિશન કરાવવા માટે પિતાએ પુત્રનું અપહરણ કર્યું હતું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં (surat)6 વર્ષના બાળકના અપહરણને (Kidnapping) લઈને પોલીસ (police) દોડતી થઈ હતી જોકે પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાળકને શોધ્યું હતું. અને પોલીસે આ બાળકનું માતા (Mother) સાથે મિલાન કરાવ્યું હતું. જોકે આ બાળકનું પારિવારિક ઝઘડામાં તેના પિતા (father) દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતું

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજનગરમાં રહેતા 6 વર્ષના બાળકનું અપહરણ થયાની ફરિયાદ સુરતના ઉધના પોલીસ મથકમાં આવી હતી. જોકે બાળકની ઉમર નાની હોવાને લઈને પોલીસે એક બાજુ ફરિયાદની કાર્યવાહી કરી અને બીજી બાજુ બાળકને શોધવા અલગ અલગ ટીમ બનાવીને બાળકની તપાસ શરુ કરી હતી.

તે સમયે પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડાની જાણ થતા પોલીસે બાળકની માતાની પૂછ્પરછ કરતા તેનો પતિ નાસિકમાં છે તેવી જાણકારી આપવામાં આવી હતી. જેથી પોલીસની એક ટીમ બાળકના પિતાની તપાસમાં નાસિક પહોંચી હતી. ત્યાં બાળક નાસિકમાં તેના પિતા પાસે મળી આવીયો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ ચાલુ બસે મોબાઇલ પર વાત કરનાર સિટી બસના ડ્રાઇવરને રૂ.500નો દંડ

જોકે પોલીસ તપાસમાં અપહરણ કરનાર અન્ય કોઈ નહિ પણ તેનો પિતા નીકળ્યો હતો. જેથી પોલીસ બાળક અને તેના પિતાને લઈને સુરત ખાતે આવી ગઈ હતી છેલ્લા 7 મહિનાથી પતિ પત્ની વચ્ચે ચાલતા પારિવારિક ઝઘડામાં નાસિકમાં સ્કૂલમાં એડમિશન કરાવવા માટે પિતા કોઈને પણ જાણ કર્યા વગર બાળકને લઈ ગયો હતો. જોકે પોલીસે બાળકનો કબજો તેની માતાને આપ્યો હતો. પોલીસે પિતાને અપહરણના ગુના હેઠળ ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
First published: September 28, 2019, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading