Home /News /south-gujarat /

સુરતઃ મુકબધીર પુત્રવધુ પર સસરાએ ગુજાર્યો બળાત્કાર, નરાધમની ધરપકડ

સુરતઃ મુકબધીર પુત્રવધુ પર સસરાએ ગુજાર્યો બળાત્કાર, નરાધમની ધરપકડ

સામાજિક સંબંધોને શર્મશાર કરતી ઘટના સુરતમાં બની છે, અહીં રાંદેર વિસ્તારમાં મુકબધિર પુત્રવધુ પર સસરાએ દુષ્કર્મ આચર્યું

સામાજિક સંબંધોને શર્મશાર કરતી ઘટના સુરતમાં બની છે, અહીં રાંદેર વિસ્તારમાં મુકબધિર પુત્રવધુ પર સસરાએ દુષ્કર્મ આચર્યું

    કિર્તેશ પટેલ, સુરત

    સામાજિક સંબંધોને શર્મશાર કરતી ઘટના સુરતમાં બની છે, અહીં રાંદેર વિસ્તારમાં મુકબધિર પુત્રવધુ પર સસરાએ દુષ્કર્મ આચર્યું છે. વાતની જાણ યુવતીના પતિને થતા તેણે સગા પિતા વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ ગણતરીની જ કલાકોમાં નરાધમ સસરાની ધરપકડ કરી લીધી છે.

    સુરતના રાંદેર ટાઉનમાં કબૂતરખાના વિસ્તારમાં રહેતા એક મુક બધીર યુવાનના લગ્ન મુક બધીર યુવતી સાથે થયા હતા. બંને રાજીસુખીથી જીવન પસાર કરી રહ્યાં હતા. આ દરમિયાન યુવકના પિતાએ મુકબધીર પુત્રવધુ પર નજર બગાડી અને દુષ્કર્મ આચર્યું.

    ઘટનાથી સ્તબ્ધ થઇ ગયેલી મુકબધીર પુત્રવધુએ પોતાના પર વીતેલા અત્યાચાર અંગે પોતાના પતિને જાણ કરી, શરૂઆતમાં પત્નીની વાત સાંભળી તેને વિશ્વાસ ન આવ્યો પરંતુ પત્નીએ સસરાની કરતૂતો અંગે વીગતે વાત કરી. સગા પિતાની હરકતથી પુત્ર પણ સ્તબ્ધ થઇ ગયો. ત્યારબાદ યુવક તેની પત્નીને લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પિતાની સમગ્ર કરતૂતો અંગે પોલીસને જણાવી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી. પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી સસરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Daughter-in-law, Father-in-law, Sexual assault, ગુનો, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन