Home /News /south-gujarat /

સુરત : સગીર દીકરી પર રેપ કરનાર પિતાને જીવે ત્યાં સુધી જેલની સજા

સુરત : સગીર દીકરી પર રેપ કરનાર પિતાને જીવે ત્યાં સુધી જેલની સજા

પણ પાછળથી નવીનને ખબર પડી કે બિટ્ટુના લગ્ન થઇ ગયા છે. અને આ જ કારણે તેણે પોતાના નાણાં અને દાગીના પાછા માંગ્યા. તો બિટ્ટુએ તેમની પર તેલ નાંખી તેને આગ ચાંપી દીધી.

ફરિયાદ પ્રમાણે આરોપીએ ઘણા લાંબા સમય સુધી પોતાની સાવકી દીકરીને હવસનો શિકાર બનાવી હતી.

    સુરત : પોતાની સાવકી દીકરીને હવસનો શિકાર બનાવનાર એક નરાધન પિતાને સુરતની કોર્ટે જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં પીડિત દીકરીની માતા જ ફરિયાદી બની હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સજા ઉપરાંત પિશાચી પિતાને રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ફરિયાદ પ્રમાણે આરોપીએ ઘણા લાંબા સમય સુધી પોતાની સાવકી દીકરીને હવસનો શિકાર બનાવી હતી.

    નરાધમ પિતા બળાત્કાર બાદ વીડિયો પણ ઉતારતો હતો

    આ કેસની વિગત જોઈએ તો પોતાની સાવકી દીકરી પર બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમ પિતા આ દુષ્કૃત્યનો વીડિયો પણ ઉતારતો હતો. 13 વર્ષની સગીરાએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે તેના પિતાએ સતત છ મહિના સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, તેમજ તેની સાત જેટલી વીડિયો ક્લિપિંગ પણ ઉતારી હતી. આ દરમિયાન તેના નરાધમ પિતાએ આ વાત કોઈને નહીં કહેવાની ધમકી પણ આપી હતી.

    ...અને ભાંડો ફૂટ્યો

    આ કેસમાં ફરિયાદી ખૂદ પીડિત બાળકીની માતા બની હતી. એક રાત્રે તેના પતિનો મોબાઇલ ફોન તેના હાથમાં આવી ગયો હતો. આ ફોનમાં તેણીએ તેની દીકરી અને તેના પતિની ક્લિપિંગ જોઈ હતી. આ ક્લિપિંગ જોતાની સાથે જ તેણીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે મહિલાએ તેની દીકરીને પૂછપરછ સમગ્ર હકીકત બહાર આવી હતી.

    આ પણ વાંચો : અમદાવાદ: સરદારનગરમાં દુકાને ગયેલી પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં

    2015માં સામે આવ્યો હતો કેસ

    2015ના જૂન મહિનામાં શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હતો. પીડિત સગીરાની માતાની ફરિયાદ પ્રમાણે તેણીએ પોતાના પહેલા પતિથી છૂટાછેડા લઈને આરોપી સાથે બીજા લગ્યા કર્યા હતા. પહેલા પતિથી તેણીને એક 13 વર્ષની દીકરી અને દીકરો હતો. તેની દીકરી ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન તેના પતિએ તેની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી તેમજ આ વાત કોઈને નહીં કહેવાની ધમકી પણ આપી હતી.

    પોતાની મમ્મી અને તેને જીવથી મારી નાખવાની ધમકીને પગલે બાળકીએ આ વાત કોઈને કહી ન હતી. આ વાતનો ગેરફાયદો ઉઠાવી નરાધમ પિતા સતત છ મહિના સુધી સાવકી પુત્રી પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. જોકે, અંતે પાપનો ઘડો ફૂટે જ છે તે કહેવત પ્રમાણે માતાના હાથમાં પતિનો મોબાઇલ ફોન આવી ગયો હતો અને પતિના કાળો કામોનો ભાંડો ફૂટી ગયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Father, Life imprisonment, ગુનો, દીકરી, પોલીસ`, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन