Home /News /south-gujarat /

સુરતઃ મારામારીનો live video, ગાડી ધીમે ચલાવવાનું કહેતા પિતા-પુત્રએ યુવકને જાહેરમાં ધોઈ નાંખ્યો

સુરતઃ મારામારીનો live video, ગાડી ધીમે ચલાવવાનું કહેતા પિતા-પુત્રએ યુવકને જાહેરમાં ધોઈ નાંખ્યો

વાયરલ વીડિયો પરની તસવીર

Surat Crime News: ગાડી ચલાવતા યુવાન અને તેના પિતાએ આ યુવકને જાહેરમાં ઢોર મારમારી (boy beaten) તેના કપડા ફાડી નાખ્યા હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ (CCTV) થવા પામી હતી.

સુરતઃ સુરતના (surat news) ભાઠેના વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં યુવકને ગાડી ધીમી ચલાવવાનું કહેવું ભારે પડયું હતું. જોકે ગાડી ચલાવતા યુવાન અને તેના પિતાએ આ યુવકને જાહેરમાં ઢોર મારમારી (boy beaten) તેના કપડા ફાડી નાખ્યા હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ (CCTV) થવા પામી હતી. જોકે યુવકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ (hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો. મારામારીની ઘટના સુધી સોશિયલ મીડિયામાં વાયરલ (social media viral video) થવા પામ્યા હતા. જોકે આ મામલે માર ખાનાર યુવક દ્વારા પોલીસમાં ફરિયાદની (police complaint) તજવીજ શરૂ કરવામાં આવ્યું છે

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકો સામાન્ય બાબતે ઉશ્કેરાય જઇને માર મારવા સાથે હત્યા ની ઘટના પણ સામે  આવતી હોય છે ત્યારે સુરતના ભાથેનાં વિસ્તારમાં એક સામાન્ય બાબતે એક યુવકને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ જાહેરાતોથી ચેતજો! ક્રૂઝમાં મુંબઈથી ગોવા જવાનું પરિવારને રૂ.2.79 લાખમાં પડ્યું

સુરત ભાઠેનામાં આવેલી પુષ્પા નગર સોસાયટીમાં રહેતા અને જરીના વ્યવસાય સાથે દેવેન્દ્ર વસંતલાલ રાણા જોડાયેલા છે. સોસાયટીમાં રહેતા કરણ જશવંત ભાઈ લાકડાવાળા સ્પીડમાં મોપેડ લઈ સોસાયટીમાં ઘૂસ્યા હતાં.સોસાયટીમાં પૂરપાટ ઝડપે મોપેડ પર જઈ રહેલા પુત્રને સલાહ દેવી યુવકને ભારે પડી હતી.

આ પણ વાંચોઃ-સુરતમાં કરુણ ઘટના! Valentine's Day પર જ યુવક-યુવતીનું અકસ્માતમાં મોત, છ મહિના પહેલા થઈ હતી સગાઈ

જરીના વ્યવસાયી યુવકે સોસાયટીમાં બાઈક ધીમે ચલાવવા પુત્રને સલાહ આપી હતી. જેથી ઉશ્કેરાયેલા પુત્ર અને પિતાએ જાહેરમાં હુમલો કરીને અપશબ્દો કહી માર માર્યો હતો. સાથે યુવકના કપડાં પણ ફાટી ગયાં હતાં. સમગ્ર મામલો CCTVમાં કેદ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ લવાયેલા યુવકે આપવીતી ઠાલવતાં કહ્યં કે, સલાહ આપવાની સજા જાહેરમાં મળી છે ઢોરમાર મારવામાં આવ્યો હતો.



સાથે સાથે આ ગીત વ્યક્તિના કપડાં પણ કાઢી નાખવામાં આવ્યા હતા જેને લઈને તેના શરીરે ગંભીર ઈજા થઈ હતી. જોકે સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ જતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. જોકે માળખાગત કહેવું છે કે સલાહ આપી તેને ભારે પડી હતી અને આજ પછી જિંદગીમાં કોઈને સલાહ આપે છે કે આમાં બતાવ્યું હતું પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: CCTV footage, Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર