સુરતના અમરોલી વિસ્તારમાં એક પરિવારે સામુહિક આપધાતનો પ્રયાસ કર્યો છે. આ પરિવારમાં માતા પિતા સાથે બે બાળકો હતાં. જેમાંથી પિતા અને દીકરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે માતાની સારવાર ચાલી રહી છે.
અમરોલી ખાતે રહેતા નરેન્દ્ર કોરી તેમની પત્ની અને 1 દીકરો અને દીકરી સાથે રહેતા હતાં. તેઓ છેલ્લા 10 વર્ષથી સુરતમાં છેલ્લા રહે છે. નરેન્દ્ર અને પત્ની એમ્બ્રોડરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. ગઇકાલે મોડી રાતે અગમ્ય કારણો સર પરિવારમાં પત્ની અને દીકરીને ખાવાની કોઈ વસ્તુ માં દવા મેળવી પીવડાવી દીધા બાદ પોતે દવા ગટગટાવી ગયા હતા. જેમાં તેમની તબિયત લથડતા પત્નીએ બાજુ રહેતી તેની બેન અને બનેવીને જાણ કરી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટર દ્વારા નરેન્દ્રને મૃતક જાહેર કરવામાં આવ્યો હતો. બાળક મૈત્રી અને પત્ની પ્રિયંકાને ICUમાં રાખવામા આવી હતી. જેમાંથી દીકરીનું પણ મોત નીપજ્યું છે. આ સામૂહિક આપઘાતનું કારણ હજી અકબંધ છે.
સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યાં છે.
આ મામલે સુરતનાં એસીપી પીઆરઓ વિનય શુકલે માહિતી આપતા કહ્યું કે, આ પરિવારે રાતે દસ-સડા દસની આસપાસ જમ્યું હતું. જે પછી આ લોકોએ લીંબુ પાણી પણ પીધું હતું. જેમાં તેમના નાના દીકરાએ તે પીધું ન હતું. જે પછી તેમના દીકરા સિવાય ત્રણેવની ખબર બગાડવા લાગી હતી. આસપાસનાં લોકોને જાણ થતાં તેમણે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં પહેલા પિતા અને પછી પુત્રીનું મોત નીપજ્યું છે. હજી આ મામલામાં કયા કારણસર સામૂહિક આપઘાત થયો છે તેની જાણ થઇ નથી. હાલ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર