સુરત : ખાનગી હૉસ્પિટલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો, CCTVમાં કેદ થયો 'આતંકનો ખેલ'

સુરત : ખાનગી હૉસ્પિટલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો, CCTVમાં કેદ થયો 'આતંકનો ખેલ'
ટ્રસ્ટી પર હુમલાની ઘટનાના સીટીવી ફૂટેજ

સુરતના રામપુરા વિસ્તારમાં મોડી રાતે ઘટેલી ઘટના, અસામાજિક તત્વો બેખોફ કરી રહ્યા છે 'દાદાગીરી'

  • Share this:
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે એક ખાનગી હૉસ્પિટલનાં ટ્રસ્ટી પર આ લૂખા તત્વો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. જોકે આ હુમલાની ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV)માં કેદ થઈ જતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરત જાણે ક્રાઇમ સીટી બની રહ્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે.

રોજ સવાર પડતા અહીંયા અસામાજિક તત્વો અને ગુનેગારો દ્વારા કાયદો હાથમાં લઇને સન્માનીય  માણસને હેરના કરવા સાથે હુમલો કરવાની ઘટના સમયે આવતી હોય છે ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે, સુરતનાં રામપુરા વિસ્તારમાં આવેલ લોખાત હોસ્પિટલ જે ટ્રસ્ટના માધ્યમથી ચાલે છે, ત્યારે અનેક લોકોની સારવાર મફત ત્યારે આ હૉસ્પિટલ ટ્રસ્ટીના નાના ભાઈ અબ્દુલ બાવા પર ત્યાં રહેતા અને બુટલેગર તરીકે કામ કરતા વલી ઉલ્લા દ્વારા કોઈ જુના ઝગડાની અદાવતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો :  મહેશ કનોડિયાને કુદરતી બક્ષિસ હતી, 32 જુદા જુદા અવાજમાં ગીતો ગાવાનો જાદુ ધરાવતા હતા

જોકે આ ટ્રસ્ટીના ભાઈ ઘર નજીક પોતાના મિત્ર સાથે બેઠેલા હતા ત્યારે આ બુટલેગર દ્વારા હુમલો કરી તેમને માર મારવા સાથે મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે જોતજોતામાં મામલો તંગ બનતા નજીકમાં રહેતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. જોકે ટ્રસ્ટીના ભાઈને ગંભીર ઇજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સુરત : યુવતીએ પ્રપોઝનો ઇન્કાર કરતા યુવકે કરી આત્મહત્યા, 'I Love You,' લખી જિંદગી ટૂંકાવી

જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ગુનાહિત તત્વોને ડામી દેવા માટે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરતમાં લુખ્ખા તત્વોને પોલીસ સાંખી નહીં લે  અને ત્યારબાદ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં લોકોમાં હજુ પણ સુરક્ષાનો અવિશ્વાસ આવી ઘટનાઓના કારણે પેદા થઈ રહ્યો છે.
Published by:Jay Mishra
First published:October 25, 2020, 15:10 pm

ટૉપ ન્યૂઝ