સુરત : કતારગામમાં જ્વેલર પર જીવલેણ હુમલો, વીડિયોમાં બ્લેક પેન્ટ શર્ટ પહેરેલો વ્યક્તિ ચાકુનાં ઘા ઝીંકતો દેખાયો

સુરત : કતારગામમાં જ્વેલર પર જીવલેણ હુમલો, વીડિયોમાં બ્લેક પેન્ટ શર્ટ પહેરેલો વ્યક્તિ ચાકુનાં ઘા ઝીંકતો દેખાયો
કતારગામમાં ધોળેદિવસે થયેલા જીવલેણ હુમલોની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

ગઈકાલે સાંજે કતારગામમાં જ્વેલર્સની દુકાનમાં થયેલો હુમલો લૂંટ ન હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસનું અનુમાન, અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હોવાની આશંકા, હચમચાવી નાખતો સીસીટીવી વીડિયો સામે આવ્યો

  • Share this:
સુરતનો (Surat) કતારગામ (Katargam) આમતો ભીડભાડવાળો વિસ્તાર છે જોકે ગતરોજ મોદી સાંજે કતારગામના જવેલર્સની દુકાનમાં બે ઈસમોએ ધસીઆવીને  દુકાન માલિક પર ચપ્પુના (Stabbing) ઉપર છાપરી ઘા મારી ત્યાંથી ભાગી છૂટ્યાં હતા. જોકે પોલીસે (Surat Police) આ મામલે તપાસ શરૂ કરતા દુકાનમાં સીસીટીવીમાં (CCTV Video) કેદ થયેલા શખ્શોએ લૂંટ કરવા માટે નહિં પણ અંગત અદાવતમાંહુમલો કરવામાં આવ્યો હોય તેવું  પોલીસની  પ્રાથમિક તાપસમાં સામે આવી રહીયુછે

સુરત શહેરમાં માં છેલ્લા કેટલા દિવસ થી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અનેક ગુનાઓ સતત બની રહ્યા છે, ત્યારે ગતરોજ મોડી સાંજે સુરના  સૌથી ગીચ ગણાતા કતારગામ વિસ્તારમાં આવેલ પાર્થ કોમ્પ્લેક્સમાં પ્રસંગ જ્વેલર્સના નામની દુકાનમાં ખૂની ખેલ ખેલાયો હતો.  અમરોલી વિસ્તરમાં રહેતા નગીનભાઇ સોનીની દુકાનમાં ગતરોજ બે ઇસમો માસ્ક પહેરી તેમની દુકાનમાં ધસી આવ્યા હતા.જોકે દુકાન માલિકને આ ઈસમો પર શક જતા તેમની પૂછપરછ કરે તે પહેલાં  નિતીનભાઇના માથા અને પીઠના ભાગે ઉપરાછાપરી પાંચ જેટલા ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી જોકે ત્યાર બાદ તે ત્યાથી ભાગી છૂટ્યાં હતા. જોકે ઘટનાની જાણકારી મળત પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી આવી હતી અને બનાવ મામલે તપાસ શરુ કરી હતી,આ પણ વાંચો : સુરત : ડંડા અને હથિયારો સાથે લુખ્ખાઓ ધસી આવ્યા, દુકાનમાં કરી તોડફોડ, CCTV Videoમાં મારામારી કેદ

હુમલામાં ઇજા પામેલા નિતીનભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ શરૂ કરી જોકે આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી આ કેદ થી જવા પામી હતી.

જોકે પોલીસ જયારે દુકાનમાં સીસીટીવી હોય ત્યારે પોલીસને લાગ્યું કે આ ઘટના લૂંટના ઇરાદે નહિ પણ અંગત અદાવતમાં કરવામાં આવી છે. જેને લઈને આવેલા ઈસમો ઉપરાછાપરી પાંચ જેટલા ચપ્પુ ના ઘા મારી ભાગી છૂટ્યાં હતા. સીધી રીતે લૂંટ જેવી દેખાતી આ ઘટનામાં અંગત અદાવતનો એંગલ સામે આવતા પોલીસ હવે ઇજાગ્રસ્ત નગીનભાઈના કોની સાથે સંબંધો ખરાબ થયા હતા તેની તપાસ કરી રહી છે. લૂંટની ઘટનામાં લૂંટારૂઓ મારી અને માલની લૂંટ ચલાવતા હોય છે જ્યારે અહીંયા ફક્ત ખુન્નસ રાખી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાથી પોલીસને આ ઘટનામાં અન્ય કારણ હોવાની આશંકા છે.

આ પણ વાંચો :  સુરત : OYO રૂમમાં પ્રેમી સાથે ગયેલી યુવતીનું રહસ્યમય મોત, ન્યૂ યરની ઊજવણી કરી સૂતા પછી ઊઠી નહીં!

જોકે, કારણ કોઈ પણ હોય પરંતુ સુરત શહેરમાં ધોળેદિવસે છાશવારે ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે ત્યારે પોલીસ પાસેથી પ્રજાને દાખલારૂપ કામગીરીની અપેક્ષા છે. તેવામાં આ ઘટનાનું રહસ્ય પોલીસ તપાસના અંતે જ ઉકેલાશે તેવું લાગી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:January 03, 2021, 10:22 am