સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા
કાપોદ્રા વિસ્તારમાં વરસાદ.

ચોમાસાની ઋતુ દરમિયાન અતિવૃષ્ટિનો માર સહન કર્યા બાદ ખેડૂતોએ ફરી એકવખત નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

  • Share this:
સુરત : સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat) ના વાતાવરણમાં આવેલા પલટાને લઇને ઠેર ઠેર કમોસમી વરસાદ (Unseasonal Rain) શરૂ થયો હતો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ વરસાદથી દક્ષિણ ગુજરાત  (Farmers) ખેડૂતો પાકને મોટા પ્રમાણમાં નુકસાનનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વરસાદથી શહેરમાં  (Surat City Rain)અલગ અલગ જગ્યાએ પાણી પણ ભરવાની સમસ્યા સામે આવી હતી.

ગુજરાત આવેલા વાતાવરણના પલટા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાંદેર, પાલ, કોસાડ, પાલનપુર, ઉધના દરવાજા, રિંગરોડ, અમરોલી, કોસાડ, જહાંગીરપુરા તેમજ સેન્ટ્રલ ઝોન વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાઇ જવા પામ્યું હતું. સાથે જ સવારના સમયે નોકરી-ધંધો જતા લોકોને વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદકામ કરાયું હતું અને તેમાં અચાનક પડેલા વરસાદના કારણે રસ્તા પર અવરજવર માટે લોકોને મુશ્કેલી પડી હતી. શહેરના નાના વરાછા, કાપોદ્રા વિસ્તારના વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા.

આ પણ વાંચો : સુરતમાં મહિલા પર ગેંગરેપ : ફાર્મહાઉસમાં દારૂ પીવડાવી શાળા સંચાલકે મિત્રો સાથે મળી પીંખી નાખી

અચાનક પડેલા વરસાદના કારણે સુરત સાથે દક્ષિણ ગુજરાત પાંચ જિલ્લામાં ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે વરસાદને લઈને ડાંગર અને શેરડીના પાકને નુકસાન સહન કરવાનો વારો આવશે. નવસારી અને વલસાડ જિલ્લા બાગાયતી પાક થતા હોય છે, ત્યારે કમોસમી વરસાદથી કેરી અને ચીકુના પાકને પણ નુકસાન પહોંચશે. ચોમાસાની ઋતુ દરમિયાન અતિવૃષ્ટિનો માર સહન કર્યા બાદ ખેડૂતોએ ફરી એકવખત નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
First published:March 06, 2020, 14:25 pm