સુરત: કોરોનાની મહામારી વચ્ચે હવે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે રણશિંગુ ફુક્યું છે. પાક વીમા ઉપરાંત દેવા માફીને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યું છે. ગુજરાતમાં પહેલીવાર ખેડૂતો ડીજિટલ આંદોલન કર્યું છે.
સોશિયલ મિડિયાના માધ્યમથી રાજ્યના ખેડૂતો આંદોલન કરીને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિષ કરશે. ખેડૂતો ખેતર-ઘરમાં રહીને એક દિવસીય ઉપવાસ કરી વિરોધ પ્રદર્શિત કરશે. એટલું જ નહીં, ખેડૂતો આગેવાનો પણ ડીજિટલ સભાઓને સંબોધિત કરશે. સુરતમાં પણ ખેડૂતોના આ આંદોલનને સમર્થન મળ્યું છે.
સુરતમાં આજે ખેડૂતના હક માટે અને કરીને વીમો, દેવા માફી અને ખેડૂત આગેવાન પાલ આંબલિયાના સમર્થનમાં ખેડૂતોએ સરકાર સામે રણશિંગુ ફુક્યું આજથી આંદોલન ની સર્વત કરી છે. ગુજરાતમાં પહેલીવાર ખેડૂતો ડીજિટલ આંદોલન કર્યું છે. સોશિયલ મિડિયાના માધ્યમથી રાજ્યના ખેડૂતો આંદોલન કરીને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિષ કરશે.
ખેડૂતો ખેતર-ઘરમાં રહીને એક દિવસીય ઉપવાસ કરી વિરોધ પ્રદર્શિત કરશે.એટલું જ નહીં, ખેડૂતો આગેવાનો પણ ડીજિટલ સભાઓને સંબોધિત કરશે. સુરતમાં પણ ખેડૂતોના આ આંદોલનને સમર્થન મળ્યું છે. સુરતના યોગીચોક વિસ્તારમાં કિસાન ક્રાંતિ એક્તા ટ્રસ્ટ દ્વારા ખેડૂતો માટે ડિજિટલ આંદોલન શરુ કર્યું છે. જેમાં લોકોએ એક દિવસીય પ્રતિક ઉપવાસ કર્યો હતો અને લોકોએ જય જવાન જય કિશાનના નારા લગાવ્યા હતા અને પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાની કોશિષ કરી હતી.