સુરત : દહેજ માટે સસરાએ માર માર્યો, દિયરે અશ્લીલ હરકત કરી, પતિએ પત્નીનો પક્ષ લેતા ઘરમાંથી કાઢી મૂક્યા

સુરત : દહેજ માટે સસરાએ માર માર્યો, દિયરે અશ્લીલ હરકત કરી, પતિએ પત્નીનો પક્ષ લેતા ઘરમાંથી કાઢી મૂક્યા
આર્કિટેક્ટ પરિણીતાને સાસરીયાઓ આપ્યો અમાનૂષી ત્રાસ, આખરે મામલો પહોંચ્યો અડાજણ પલીસ મથકમાં

સાસરિયાઓ કહેતા કે લોહીના સંબંધ કઈ નથી જે છે તે પૈસા જ છે, સસરાએ ધમકી આપી હતી કે ખૂન કરીને લોહીની નદીઓ વહેડાવી દઈશ. અડાજણનો શરમજનક કિસ્સો

  • Share this:
અડાજણ વિસ્તારની (Surat Adajan) પરિણીતા પાસે દહેજની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત સસરાએ દિવાલ સાથે માથું ભટકાડવાની સાથે દિયરે હાથ પકડી (Harassment by in laws to woman)  અશ્લીલ હરકત કરી માર માર માર્યો હતો. આ મામલે પતિએ પોતાની પત્નીને સહકાર આપવા અને પરિવાર વિરુદ્ધ જતા સાસરિયાઓ એ પરિણીતાને તો ઠીક પણ પોતાના પુત્રને (in laws left husband wife) ઘરની બહાર કાઢી મુક્ત પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ નોંધાવી છે અડાજણ પોલીસ (Adajan police surat) મથકમાં ફરિયાદ. દહેજ માટે સાસરિયા પરણીતાને ત્રાસ આપીને ઘરની બહાર કાઢી મુકવાના અનેક કિસ્સા સાંભળ્યા હતા. જોકે સાસરિયા સામે લાડવા માટે પરણીતાને સહકાર આપનાર પતિને તેના માતા પિતા એ પરણિતા સાથે કાઢી મુકવાનો  એક કીસો સામે આવ્યો છે.

જોકે આ પરિવાર ઝઘડો હવે પોલીસ મથકે પહોચ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને નાનપુરા ખાતે આર્કીટેક્ટ તરીકે કામ કરતી પરિણીતા  ના લગ્ન એક યુવાન  સાથે વર્ષ 2017માં થયા હતા. લગ્ન પૂર્વે યુવાન  હજીરાની એસ્સાર કંપની, દુબઇ અને કુવૈત તથા પલસાણાની કંપનીમાં આસીસટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તેની આવકમાંથી પાલનપુર વિસ્તારમાં મકાન ખરીદયું હતું.આ પણ વાંચો :  સુરત : 'પિયરમાંથી 2 દિવસમાં 50 લાખ રૂપિયા નહીં લાવે તો કેરોસીન છાંટી સળગાવી દઈશ'

લગ્નના એકાદ મહિના બાદ પરિણીતાનેને તેની સાસુ લલીતાબેન, સસરા ગોવિંદભાઇ અને દિયર જતીને અપશબ્દો ઉચ્ચારી શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું અને દહેજ પેટે મોટી રકમ પિયરમાંથી લાવવા દબાણ કરતા હતા અહીંયા સાસરિયા કહેવું હતું કે લોહીના સબધ કરતા વધુ રૂપિયા છે જેને લઈને સતત માનસિંગ ત્રાસ આપતા હતા.

જોકે દહેજની માંગણી સામે પતિ પત્નીને  સહકાર મળતા પરિણીતાને એ સાસરિયાનો ત્રાસ સહન કરવાનું મુનાસીબ માન્યું હતું. પરંતુ સસરાએ સામાન્ય બાબતમાં અપશબ્દો ઉચ્ચારી દિવાલ સાથે માથું ભટકાડી દેતા પરિણીતા  અને તેનો પતિ ભાડાના ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ દિયર જતીનના લગ્ન નિહારીકા નામની યુવતી સાથે નક્કી કરતા વડીલોની દરમ્યાનગીરીથી પરિણીતા પતિ સાથે રહેવા સાસરે ગઇ હતી.

આ પણ વાંચો :  સુરત : 12 માળની બિલ્ડીંગના પાંચમાં અને છઠ્ઠા માળ વચ્ચે લીફ્ટમાં ફસાયો બાળક, પછી શું થયું જુઓ Videoમાં

પરંતુ દિયરના લગ્ન બાદ પણ સાસુ-સસરાએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું અને રસોડામાં એકલતાનો લાભ લઇ દિયર જતીનેપરણિતાનો હાથ પક્ડી અશ્લીલ હરકત કરી હતી અને સસરાએ ખૂન કરાવી લોહીની નદી વહેવડાવી દેવાની ધમકી આપતા છેવટે પરિણીતા એ સાસુ-સસરા, દિયર અને દેરાણી વિરૂધ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે આ મામલે પરિણીતાની ફરિયડ ના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે
Published by:Jay Mishra
First published:September 16, 2020, 12:41 pm