Home /News /south-gujarat /

સુરત: દેવું વધી જતાં પરિવારની 12મા માળેથી મોતની છલાંગ

સુરત: દેવું વધી જતાં પરિવારની 12મા માળેથી મોતની છલાંગ

આપઘાત કરી લેનાર યુગલ

પરિવારને આર્થિક તંગીને કારણે દેવુ વધી ગયુ હતું. જે બાદ તેમણે આત્મહત્યાનું પગલુ ઉઠાવ્યું છે

    સુરતઃ શહેરનાં સરથાણા વિસ્તારમાં આવેલા મેજેસ્ટિક હાઇટ્સ એપોર્ટમેન્ટના 12માં માળેથી કૂદીને એક વઘાસીયા પરિવારે સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પરિવારે આર્થિક તંગીને કારણે દેવું વધી જતા
    આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    પરિવારની 12માં માળેથી કૂદીને કરી આત્મહત્યા

    મેજિસ્ટિક હાઇટ્સનાં 12માં માળેથી વિજયભાઈએ પત્ની અને બાળક સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ત્રણેય જમીન પર પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. વિજયભાઈનાં ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જે પોલીસ કબજે કરી છે. પોલીસે જણાવ્યું કે, દેવું વધી જતા આપઘાત કર્યો હોવાનું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    વહેલી સવારે મોર્નિંગ વોક બાદ લગાવી 'મોતની ઝલાંગ'

    આજે વહેલી સવારે વિજયભાઈ મોર્નિંગ વોક માટે ગયા હતા. ત્યારબાદ 6 વાગ્યા આસપાસ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ પત્ની અને પુત્ર સાથે 12માં માળે ટેરેસ પર ગયા હતા. અને પરિવારના ત્રણ સભ્યોએ કૂદીને આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હાવની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે. જોકે, હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે.



    પરિવાર સાથે મુંબઈ જવાના હતા 
    પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ગત રોજ થયેલી વાતચીત મુજબ વિજયભાઈ પરિવાર સાથે મુંબઈ જવાના હતા. તેમની 9 વાગ્યાની મુંબઈની ટ્રેન હતી. દરમિયાન આજ સવારે 6 વાગ્યે આત્મહત્યા કરી લેતા પરિવાર સ્તબ્ધ થઇ ગયો છે.

    મતૃક વિજયભાઇ વઘાસિયા  સહકારી મંડળીના ચેરમેન

    આત્મહત્યા કરનાર વિજયભાઈ ચતુરભાઈ વધાસિયા મૂળ અમરેલી જિલ્લા વાધણીયાના રહેવાસી હતા. અને છેલ્લા એક મહિનાથી સરથાણામાં આવેલી મજેસ્ટીકા હાઈટ્સમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. વિજયભાઈ ચીકુવાડી ખાતે આવેલી જાયન્ટ સહકારી મંડળીના ચેરમેન હતા. અને ડિસ્કાઉન્ટ માસ્ટર રેડિમેઈડ કપડાંનો શો રૂમ પણ ઘરાવતા હતા. વધુ માહિતી માટે વિડિયો પર ક્લિક કરોઃ
    Published by:Margi Pandya
    First published:

    Tags: Family suicide

    આગામી સમાચાર