સુરત : સુરત શહેરના (Surat) સચીન તલંગપુર શિવાજંલી સોસાયટીમાં આવેલ ચાલીમાં રહેતા શ્રમજીવીને તમારા છોકરા મોબાઈલ ચોરીના આરોપીઓ છે હોવાનુ કહી પતાવટ પેટે રૂપિયા 30,000 માંગી અને 5 હજારનો તોડ પાડ્યો હતો. જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે પૈસા માંગનારી વ્યક્તિઓે નકલી પોલીસ હતી. જોકે, જ્યારે અસલી પોલીસને નકલી પોલીસ જોઈ ગઈ તો તેમના છક્કા છૂટી ગયા હતા.
જોકે, આ આશ્ચર્યજનક કિસ્સામાં ડુપ્લીકેટ પોલીસે જેતે સમયે શ્રમજીવી પાસેથી ત્રણ હજાર લઈ લીધા હતા જયારે બાકીના બે હજાર લેવા માટે ગઈકાલે સાંજે આવ્યા હતા જે સમયે શ્રમજીવી સાથેના મકાન માલીકને શંકા જતા તેમની પાસે આઈકાર્ડની માંગતા ભાંડો ફુડ્યો હતો. અને પોલીસ કંટ્રોલમાં ફોન કરતા અસલી પોલીસ સ્થળ પર દોડી આવી ત્રણ પૈકી એકને ઝડપી પાડ્યો હતો જયારે બાકીના બે જણાને ઝડપી પાડવાના ચક્રોગમિતાન કર્યા છે.
આ પણ વાંચો : સુરત : ટ્રકની પાસે ઉભેલા યુવકને આઇસર ચાલકે કચડી નાખ્યો, કરૂણ મોતનો વીડિયો CCTVમાં LIVE થયો કેદ
બનાવની વિગત એવી છે કે સુરત જિલ્લાના ઉંબેરગામ પટેલ ફળિયુ ખાતે રહેતા મહેન્દ્ર રવજીભાઈ પટેલ (ઉ.વ.48)ની તલંગપુરમાં શવાજંલી સોસાયટીમાં ચાલી આવેલી છે જેમાં ભાડુઆત તરીકે રહેતા ત્રીનાથના ઘરે ગત તા 17મીના ગુરુવારના રોજ રીક્ષામાં અમીત રાજુ ભરવાડ (રહે, ગોકુલનગર પારડી સચીન) સહિત ત્રણ જણા આવ્યા હતા અને પોતાની ઓળખ સચીન પોલીસના ડી-સ્ટાફના માણસો તરીકે ઓળખ આપી તમારા છોકરા તુફાન અને ધવલ મોબાઈલ ચોરીના ગુનાના આરોપી છે.
આવું કહી ડરાવ્યો હતો અને પતાવટ પેટે રૂપિયા 30 હજારની માંગણી કરી છે. પાંચ હજાર નક્કી કર્યા હતા અને જેતે સમયે ત્રણ હજાર લઈ ગયા હતા અને બાકીના બે હજાર લેવા બીજા દિવસે એટલે ગઈકાલે સાંજે પરત આવવાનું કહ્યુ હતુ.
દરમિયાન ગઈકાલે સાંજે ત્રીનાથ પાસે ચાલીના માલીક મહેન્દ્ર પટેલ પણ હાજર હતા તે સમયે ત્રણેય જણા બાકીના બે હજાર લેવા માટે આવ્યા હતા જાકે તેમને જાઈને મહેન્દ્ર પટેલને શંકા જતા તેમની પાસે આઈકાર્ડ માંગ્યો હતો. જે તેઓ નહી બતાવતા મહેન્દ્ર પટેલે વાતો ચાલુ રાખી પોલીસ કંટ્રોલમાં ફોન કરતા સચીન જીઆઈડીસી પોલીસ કંટ્રોલનો કોલ મળતા દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : ગીરસોમનાથ : MLAની ઓફિસ પાસે સાંઢનો આતંક, આધેડને અડફેટે લેતા હવામાં ફૂટબૉલની જેમ ફંગોળાયા
અને સ્થળ પરથી અમીત રાજુ ભરવાડને ઝડપી પાડ્યો હતો જયારે તેના બે સાગરીતો ભાગી ગયા હતા. અમીતની પુછપરછમાં ભાગી ગયેલા પૈકી એકનું નામ ગુડ્ડુ અને બીજા ગેરેજવાળો હોવાનુ બહાર આવ્યું છે પોલીસે મહેન્દ્ર પટેલની ફરિયાદ લઈ અમીતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.