અમરોલી માસ્કના (Amroli Surat) નામે દંડ ઉઘરાવતા નકલી પોલીસ (Fake Police caught) ઝડપાયો છે અમરોલી જુના કોસાડ રોડ ખાતે મોર્નિંગ વોક પર નીકળેલા નેવી કર્મચારી અને તેના મિત્રને પોલીસની ઓળખ આપી માસ્ક કેમ નથી પહેર્યું ચાલો પોલીસ સ્ટેશનમાં કહી બે બદમાશોએ તેઓને પોલીસની ઓળખ આપી હતી જોકે નવી કર્મચારીએ પોલીસ આઇડી કાર્ડ માંગતા આ બંને નકલી પોલીસનો ભાંડો ફૂટી ગયો હતો. અને મારમારીને ફરાર થઈ ગયા હતા બનાવ સંદર્ભે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને નંબર પ્લેટના આધારે બંને બદમાશો પૈકી એકને ઝડપી પાડયો હતો
સુરતમાં માસ્કનાં નામે દંડ ભરાવતા નકલી પોલીસનો પર્દાફાશ થયો છે. અને આ બદમાશ નકલી પોલીસ બનીને અનેક લોકોને શિકાર બનાવી ચુક્યા છે. સુરતના અમરોલી કોસાડ રોડ શિવ નગર સોસાયટીમાં રહેતા શનિ પ્રકાશ પ્રજાપતી પોતે એકાઉટન્ટ છે અને ઉધના દરવાજા ખાતે આવેલી પ્રિયા પ્રિન્ટિંગમાં નોકરી કરે છે.

નકલી પોલીસનો અસલી પોલીસે બતાવ્યો કાનૂનનો પરચો
આ પણ વાંચો : સુરત : માતા-દીકરાએ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, માસૂમ બાળકી અને પરિણીતા નિરાધાર બન્યા
ગત શનિવારના રોજ શનિ તેના મર્ચન્ટ નેવીમાં મરીન એન્જિનિયર તરીકે કામ કરતા મિત્ર કૃણાલ ગિરીશ પ્રજાપતિ સાથે સોસાયટીથી સ્વસ્તિક કોમ્પલેક્સ સુધી વોકિંગ કરી રહ્યા હતા બાઈક પર બે અજાણ્યા ઈસમોએ આવી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને સનીનું માસ્ક નાક નીચે હોય માસ્ક કેમ નથી પહેર્યું કહીને કોલર પકડી લીધો હતો.
ત્યારબાદ તેણે ચાલ પોલીસ સ્ટેશન એમ કહી બાઈક પર બેસવા કહ્યું હતું જોકે કૃણાલે પોલીસ આઇકાર્ડ માંગતા અને તમે કયા પોલીસ સ્ટેશનમાં છો તે પૂછતા આ બંને નકલી પોલીસનો ભાંડો ફૂટી ગયો હતો. આ બન્ને બદમાશોએ કોઈપણ પોલીસ આઇકાર્ડ બતાવ્યો ન હતો જેથી કૃણાલે કામ કરતો હોવાની ઓળખાણ આપતા બંને બદમાશો તેને લાફો માર્યો હતો અને બંને મિત્રોના માસ્ક સાથે અને માસ્ક વિનાના ફોટા પાડી બાઈક પર ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી વેપારીની હત્યા, 12 કલાકમાં ત્રીજા ખૂનથી ઝાલાવાડ રક્તરંજિત
બનાવ સંદર્ભે સનીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી નકલી પોલીસ તરીકે ફરતા જમીન દલાલ રઘુવીર ગોંડલીયા ની ધરપકડ કરી હતી અને અન્ય એક ફરાર ની શોધખોળ શરૂ કરી છે જોકે બંને બદમાશોએ અમરોલી વિસ્તારમાં લકી પોલીસ બનીને માતુ ના નામે અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે