સુરત APMC માર્કેટમાં પ્રવેશ માટે નકલી પાસ આપવાનું કૌભાંડ ઝડપાયું 

સુરત APMC માર્કેટમાં પ્રવેશ માટે નકલી પાસ આપવાનું કૌભાંડ ઝડપાયું 
ટેમ્પો ચાલકો બોગસ પાસથી પ્રવેશ મેળવતા હતા.

ગઇકાલે 20 અને આજે 17 ટેમ્પો ઝડપી પડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

  • Share this:
સુરત : સુરત ખાતે આવેલા APMC માર્કેટમાં વેપાર કરવા માટે વહીવટી વિભાગ દ્વારા પાસ આપવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી નકલી પાસ (Bogus Pass) સાથે લોકો પ્રવેશતા હોવાની ફરિયાદના આધારે APMC માર્કેટના કર્મચારી દ્વારા તપાસ કરવામાં આવતા નકલી પાસનું કૌભાંડ સામે આવ્યું હતું. નકલી પાસ બનાવી ટેમ્પો ચાલકો માર્કેટમાં પ્રવેશ કરી કરતા હોવાઇને લઈને ગતરોજ 20 અને આજે 17 ટેમ્પો ઝડપી પડી તમામ વિરુદ્ધ કાયદેસર (Police Action)ની કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતના પુણા રોડ પર આવેલી અને શહેરમાં શાકભાજી સપ્લાય કરતી APMC માર્કેટમાં શાકભાજી વેચવા અને ખરીદવા માટે મોટાપ્રમાણમાં વેપારી અને વિક્રેતા આવતા હોય છે. અહીંયા છેલ્લા કેટલાક દિવસ વહીવટી વિભાગમાં ફરિયાદ આવતી હતી કે કેટલાક વેપારી અને વિક્રેતા નકલી પાસ સાથે ખરીદી-વેચાણ કરવા આવે છે.

અહીં વેપાર કરવા માટે વહીવટી તંત્ર પાસેથી વેપાર લાઇસન્સ લેવાનું હોય છે. જે બાદ તેઓ અહીં વેપાર કરી શકે છે. ત્યારે ફરિયાદના આધારે આધારે વહીવટી વિભાગ દ્વારા ચેકિંગ શરુ કરવામાં આવ્યુ હતું. ગતરોજ 20 જેટલા ટેમ્પા અને આજે 17 જેટલા ટેમ્પા ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ નોટિફાઈટ વિસ્તારમાં જેમની પાસે લાઇસન્સ અથવા પાસ હોય તેને જ પ્રવેશ આપવામાં આવતો હોય છે. આ લોકો નકલી પાસ બનાવી છેલ્લા લાંબા સમયથી ગેરેકાયદે પ્રવેશ કરીને વેપાર કરતા હોવાનું સામે આવતા આજે સિક્યુરિટી જવાનો દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નકલી પાસનું કૌભાંડ સામે આવતા તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.

 

આ પણ વાંચો : શું NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને 'દગો' દીધો? વૉટ આપીને કહ્યુ- પાર્ટીના આદેશ પ્રમાણે મત આપ્યો
Published by:News18 Gujarati
First published:June 19, 2020, 12:32 pm

ટૉપ ન્યૂઝ