Home /News /south-gujarat /

Surat Crime: પાંડેસરાની યુવતીના ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી ફોટા અપલોડ કરી પજવણી કરાઇ

Surat Crime: પાંડેસરાની યુવતીના ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી ફોટા અપલોડ કરી પજવણી કરાઇ

સોશિયલ મીડિયા દ્વારા યુવતીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીના મેસેજ કર્યાપેટા-સાયબર ક્રાઈમ પોલીસે ગૂનો દાખલ કરી તપાસ હાથ  ધરી છે

સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી માહિતી મળે છે અને ઘણા વિદ્યાર્થીઓને તેના થકી અભ્યાસમાં મદદ પણ મળે છે પરંતુ કેટલીકવાર સોશિયલ મીડિયા (Cyber Crime)નો દુરપયોગ પણ થાય છે. આવો જ એક કિસ્સો પાંડેસરા (Pandesara) વિસ્તારમાં પણ સામે આવ્યો છે. પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને ઈન્સ્ટગ્રામ ઉપર અલગ-અલગ ફેક આઈડી બનાવી તેના પ્રોફાઈલ પીક્ચરમાં તેમજ સ્ટોરીમાં બિભત્સ ફોટોગ્રાફ પોસ્ટ કરવાની સાથે યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીના મેસેજ કરવામાં આવ્યા હતા.

બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે યુવતીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી અને અલથાણમાં આવેલ મોલમાં નોકરી કરતી 22 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. ગત તા 14 ફેબુઆરીના રોજ રાનીïયાદો 47 નામની આઈ.ડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી બિભત્સ મેસેજ કર્યા હતા. તથા મેસેજ કરી મળવા માટે બોલાવી નંબરની માંગણી કરી હતી.

આ પણ વાંચો- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેબપોર્ટલ વ્યવસ્થા થકી દર્દીઓને તમામ સારવાર બેડ પર જ મળી રહેશે

જેથી સંગીતાએ તેની આઈ.ડી ચેક કરતા પ્રોફાઈલ પીક્ચરમાં તેમજ સ્ટોરીમાં ફોટોગ્રાફ મુક્યા હતા. સ્ટોરીમાં બીજા અન્ય ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યા હતા. કોઈ અજાણ્યો બદનામ કરતો હોવાથી યુવતી તેની આઈ.ડી બંધ કરી નવી આઈ.ડી બનાવી હતી. તેના ઉપર ગત તા 9મી માર્ચના રોજ મધુ યાદવ 2725 નામની આઈ.ડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રીક્વેસ્ટ સ્વીકાર્યા બાદ આઈ.ડી ચેક કરતા તેનાપ્રોફાઈલ પીકચરમાં તેમજ સ્ટોરીમાં અન્ય ફોટોગ્રાફ મુક્યા હતા.

આ પણ વાંચો- 50 વર્ષ જૂનો આસામ-મેઘાલય સરહદ વિવાદ ઉકેલાયો, ગૃહમંત્રી અમિત શાહે ભજવી મહત્વની ભૂમિકા

આ આઇડી પર બિભત્સ ફોટો પણ પોસ્ટ કર્યા હતા. યુવતી મેસેજ કરી આ બધુ શુ કામ કરે છે મને શુ કામ હેરાન કરે છે બાદ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. મધુયાદવ 2725 પરથી સંગીતાના ભાઈને તેની ઈસ્ટાગ્રામ આઈડી પર ચારિત્ર્ય બાબતે મેસેજ કરી જાનથી મારી નાંખવાની ધમકી અપી હતી. અને છેલ્લે 19મી માર્ચના રોજ રાત્રે મેસેજ કર્યા બાદ આઈડી બંધ કરી દીધી હતી. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે યુવતીએ ફરિયાદ આપતાની સાથે જ પોલીસે ફરિયાદ લઇ આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Cyber crime branch, Surat Crime Latest News, Surat crime Surat News, સુરત સમાચાર

આગામી સમાચાર