કોરોના મહામારી વચ્ચે સતત ડાયમંડ ઉધોગ બેહાલ છે. તેવામાં સતત ઉઠમણાલાઇને આ ઉધોગ કમર તૂટી રહી છે ત્યારે હવે આ ઉધોગ માં છેતરપિંડી ઘટના પણ શરૂ થઈ ગઈ છે. સુરતના હીરા બજારમાં ઘણા વેપારીઓ પાસેથી બોગસ નામે કરોડો રૂપિયાના હીરા ખરીદી કરવા પહેલા વિશ્વાસમાં લઇને ત્યાર બાદ બાકીમાં હીરા ખરીદી મૂળ રાજસ્થાનના અને હાલમાં મુંબઈ ખાતે રહેતા વેપારીએ ઉચાપત કરી હતી. જ્યારે તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરતા રૂપિયાની જગ્યા પર ધમકી આપવાનું ચાલુ કર્યુ હતું. જેને લઈને સુરતના હીરા વેપારીએ ફરિયાદ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી તેના વિરુદ્ધ 2.50 કરોડના હીરા ની છેતરપીની મામલે તપાસ શરૂ કરી છે.
સુરતના ડાયમંડ ઉધોગમાં કોરોના મહામારી સતત થઈ રહેલા ઉઠમણાં અને છેતરપિંડીના લીધે સુરતના વેપારી મોટું નુકસાન થઈ રહ્યુ .છે ત્યારે મૂળ પાટણના ખેરાલુના વાવ સતલાસણા ગામના વતની અને સુરતમાં પાર્લેપોઈન્ટ સરગમ શોપીંગ સેન્ટરની બાજુમાં પ્રસ્થાન એપાર્ટમેન્ટ ઘર નં.203 માં રહેતા નિતેશકુમાર પૂનમચંદ શાહ મહિધરપુરા હીરાબજાર જદાખાડી એલ.બી.પેલેસ ઓફિસ નં.23 માં હર્ષલ ડાયમંડના નામે હીરાનો વેપાર કરે છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર : પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતનો આપઘાત, સાયલાના ઢેઢૂકી ગામે ઘટી કરૂણાંતિકા
જોકે2018 માં તેમની સાથે બેંગ્લોરમાં હીરાનો વેપાર કરતા ભાવિનભાઈ શાહ તરીકે ઓળખ આપીને પોતે બેંગ્લોરના નગરપેટ ધર્માસ્વામી ટેમ્પલની બાજુમાં ડીડેક ડાયમંડના નામે વેપાર કરતો હોવાને લઈને હીરાનો માલ જોઈતો હોવાની વાત કરી હતી જોકે સુરત ના વેપારી એ માલ માંગતા વેપારીની તપાસ કર્યા બાદ આ વેપારી સાથે વેપાર શરૂ કર્યો હતો. જોકે વેપાર પહેલાં આ બેગ્લોરનાં વેપારીએ 30 દિવસમાં રૂપિયા આપી દેવા સાથે વિઝિટીંગ કાર્ડ અને પાર્ટનર મુકેશકુમારના નામનો જીએસટી નંબર નિતેશકુમારને વ્હોટ્સએપ કર્યો હતો.
જોકે સુરત ના વેપારીએ બેંગ્લોર ખાતે તપાસ કર્યા બાદ ભાવિન શાહે માલ ખરીદ્યા બાદ સુરત ના વેપારીને વિશ્વાસમાં લેવા માટે 30 દિવસમાં પેમેન્ટ પણ કરી નાખ્યું હતું. જોકે ત્યાર બાદ આ બેગ્લોરનાં વેપારીએ સુરતના વેપારી પાસેથી 15 ઓક્ટોબર 2018 થી 28 માર્ચ 2019 દરમિયાન નિતેશભાઈએ રૂ.2,54,24,648 ની કિંમતના તૈયાર હીરા કુરીયર મારફતે, જાતે જઈ તેમજ માણસો સાથે મોકલી ભાવિનભાઈને પહોંચાડયા હતા.
આ પણ વાંચો : સુરત : બૂટલેગર કાલુની હત્યાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, દારૂના ધંધાની અદાવતમાં ખેલાયો હતો ખૂની ખેલ
જોકે, તે પૈકી ભાવિનભાઈએ માત્ર રૂ.4.50 લાખનું પેમેન્ટ જ કર્યું હતું. બાકી પેમેન્ટ રૂ.2,49,74,648 માટે નિતેશભાઈએ ઉઘરાણી કરી તો વાયદા કરવા છતાં પેમેન્ટ કર્યું ન હતું અને પોતાનો મોબાઈલ ફોન ભાવિનભાઈએ બંધ કરી દીધો હતો. નિતેશભાઈ બેંગ્લોર પેમેન્ટ માટે ગયા તો ભાવિનભાઈની ઓફિસ બંધ હતી.જોકે ત્યાર બાદ 2019 માં સુરતના વેપારી ને ખબર પડી હતી કે જે વેપારી સાથે તેમણે વેપાર કર્યો હતો તે વેપારી ભાવિન શાહ નહિ પણ પ્રવીણ શાહ હોવાનું સામે આવ્યુ હતું.
જોકે સુરતના વેપારીએ આ ઠગ વેપારીને ફોન કરી રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા આ વેપારી એ મારા ઉપર ઘણા બધા કેસો ચાલે છે, હું તમારા રૂપિયા કે માલનું પેમેન્ટ આપવાનો નથી. તમારાથી થાય તે કરી લેજો, હવે પછી પેમેન્ટની ઉઘરાણી કરશો તો જાન પણ ગુમાવવાનો વારો આવશે. જોકે આવી ધમકી મળતા સુરતના વેપારી દ્વારા આ મામલે સુરતના વેપારી દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાન અને હાલમાં મુંબઈ ખાતે રહેતા વેપારી ની ધરપકડ કરી સુરત ખાતે લઇ આવી છે અને આ મામલે આ વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે