સુરત : સચીન GIDCનાં તમામ 2250 પ્લોટ હોલ્ડર ઉદ્યોગકારોમાં નારાજગી, સરકાર પાસે કરી આ માંગ

સુરત : સચીન GIDCનાં તમામ 2250 પ્લોટ હોલ્ડર ઉદ્યોગકારોમાં નારાજગી, સરકાર પાસે કરી આ માંગ
સચિન જીઆઈડીસીમાં લાગેલા બેનરોને વાચી રહેલા કારીગરો અને વેપારીઓ કેમેરામાં કેદ થયા હતા.

સરદાર ચોક, સુરત પીપલ્સ બેંકની ચોકડી, બેંક.ઓફ.બરોડા પાસે, dgvcl કચેરી પાસે અને પાનના ગલ્લાઓ ઉપર જાગો ઉદ્યોગકારો સમયસર જાગો ના બેનરો લગાવવામાં આવ્યા. જાણો શું છે મામલો

  • Share this:
સુરત : સુરતની સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારો દ્વારા કોરોના વાયરસની મહામારીના કારણે થયેલા આર્થિક નુકશાનના કારણે આ વર્ષે ટેક્સ માફી આપવાની માગ સાથે ઠેરઠેર બેનરો લગાવ્યા છે.  નોટિફાઇડ ટેક્સના પ્રથમ છ માસ ના બિલ ભરવાની આખરી તારીખ 31 ઓગસ્ટ 2020 નજીક આવી રહી હોય તેની સમય મર્યાદા વધારવા અંગેની ઘણી રજૂઆત ચીફ ઓફિસ ને વારંવાર કરવામાં આવેલ છે તેમ છતાં તેઓ નિંદ્રાધીન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. . વધુમાં શાસક પક્ષ પણ આ ગંભીર બાબતે લાપરવાહ, બેદરકાર અને નિષ્ક્રિય છે. શાસક પક્ષને આ સચોટ ઉદ્યોગ લક્ષી માંગણીમાં કોઈ જ રસ નથી. જેની ખાસ નોંધ લેવી જોઈએ એવી રજૂઆતો પણ આ બેનરના માધ્યમથી કરવામાં આવી છે.

વધુમાં કારખાનેદારોની બીજી માંગણી ચાલુ વર્ષ 2020-21નો સંકલિત વેરો(ટેક્સ) સંપૂર્ણપણે માફ કરવા માટેની પણ ઉભી છે. જ્યારે નોટિફાઇડ માં કરોડો રૂપીયાનું ફંડ જમા પડેલું હોય અને ઉદ્યોગકારો છેલ્લા પાંચ માસથી કોવિડ-19, લોકડાઉન, કારીગરોની અછત, કામની અછત, પેમેન્ટ નહિ આવવા, વધારે પડતો વરસાદ આ તમામ મોરચે લડી રહ્યો હોય તેવા સંજોગોમાં આ નાહકનો વધારાનો ટેક્સ નો બોજ આવવાથી તેનું અર્થતંત્ર ભાંગી જશે.આ પણ વાંચો :   રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1067 નવા કેસ, 1021 દર્દી સાજા થયા, રિકવરી રેટ 80 ટકાએ પહોંચ્યો

જે માટે સચીન જીઆઈડીસીના તમામ 2250 પ્લોટ હોલ્ડર ઉદ્યોગકારોમાં નારાજગી છે. જે હકીકતે ઉદ્યોગકારોની હાલ ટેક્સ ના રૂપિયા ભરવા માટે ની પરિસ્થિતિ નહીં હોય અને ઉદ્યોગો બંધ અથવા મંદ હાલતમાં છે એટલે જ નોટિફાઇડ ટેકસ મુદ્દે જાગો ઉદ્યોગકારો સમયસર જાગો માટેનું અભિયાન ઉદ્યોગકારોમાં જાગૃતતા લાવવા માટે ચાલુ કરાયું છે.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં Coronaના 192 નવા કેસ, 5નાં મોત, 247 દર્દીઓએ વાયરસને મ્હાત આપી

જેના ભાગરૂપે આજરોજ સરદાર ચોક, સુરત પીપલ્સ બેંકની ચોકડી, બેંક.ઓફ.બરોડા પાસે, dgvcl કચેરી પાસે અને પાનના ગલ્લાઓ ઉપર જાગો ઉદ્યોગકારો સમયસર જાગો ના બેનરો લગાવવામાં આવ્યા છે. જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી.
Published by:Jay Mishra
First published:August 24, 2020, 21:39 pm

ટૉપ ન્યૂઝ