સુરતઃ ટીંબાની આશ્રમશાળામાં હારવેસ્ટિંગ સિસ્ટમથી પાણી સંગ્રહ કરવાની સુવિધા

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામની એવી આશ્રમશાળામાં પાણીના સંગ્રહ માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ થકી પાણી સંગ્રહિત કરી વિસ્તારમાં સુવિધા ઉભી કરાઈ છે.

News18 Gujarati
Updated: July 11, 2019, 12:12 PM IST
સુરતઃ ટીંબાની આશ્રમશાળામાં હારવેસ્ટિંગ સિસ્ટમથી પાણી સંગ્રહ કરવાની સુવિધા
ટીમા આશ્રમ શાળાની તસવીર
News18 Gujarati
Updated: July 11, 2019, 12:12 PM IST
કેતન પટેલઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામની એવી
આશ્રમશાળામાં પાણીના સંગ્રહ માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. વોટર
હારવેસ્ટિંગ સિસ્ટમ થકી પાણી સંગ્રહિત કરી વિસ્તારમાં સુવિધા ઉભી કરાઈ

છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકા ના ટીંબા ગામે હળપતિ સેવા સંઘ સંચાલિત આશ્રમ શાળા કાર્યરત છે. જ્યાં એક ફાઉન્ડેશન દ્વારા વિસ્તાર માં પાણી સમસ્યા માટે વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ શોધી હતી. સરકાર ની જળ સંચય યોજના હેઠળ ઘર ની અગાસી અનેં કિચન નું પાણી ઉપયોગ માં લેવાય છે. જેને ત્યાંજ બોર માં શુદ્ધિકરણ કરી સંગ્રહિત કરાય છે. પહેલા પાણીની સમસ્યા ભરપૂર હતી. જેથી પાણી સંગ્રહિત કરવા અભિગમ હાથ ધરાયો છે.

વિસ્તાર માં આશ્રમ શાળા હોય અને બાળકો પણ રહી ને અભ્યાસ કરતા હોય પાણી ની તાતી જરૂરિયાત ઉભી થાય છે. સૌ પ્રથમ આશ્રમ શાળા દ્વારા વરસાદી પાણી જ સંગ્રહિત કરવાનું નક્કી કરાયું હતું. બાદ માં ઘર ની અગાસી નું અને કિચન નું વહી જતું પાણી ઉપયોગ માં લેવા નક્કી કરાયું હતું. આશ્રમ શાળા માં શિક્ષા ફાઉન્ડેશન ના સહકાર વડે આ સુવિધા ઉભી કરાઈ છે.
વોટર હારવેસ્ટિંગ ના લાભ ની વાત કરી એ તો આ ટીંબા ગામનોવિસ્તાર એ ખેતી વાડી વિસ્તાર છે. જેથી સંગ્રહિત થતું પાણી ખેડૂતો માટે પણ લાભ દાયક નીવડી શકે છે. કારણ ભર ઉનાળે ખેડૂતો ને પાણી ની સમસ્યા નો સામનો કરવો પડ્યો હતો. એક નહીં બે નહીં પરંતુ 17 જેટલા બોર કરવા છતાં પાણી મળ્યું ના હતું. જ્યારે આ જળ સંચય નો લાભ મેળવી ખેડૂતો ના પાક ને પણ જીવતદાન મળે છે.

જળ સંચય યોજના અને પાણી સંગ્રહિત કરતા હજારો લીટર પાણી બચી શકે છે. પાઇપ લાઈન મારફત પાણી ચોખ્ખું રહી રિચાર્જ થાય છે. અને આખી સિઝન માં 12 લાખ લીટર જેટલું પાણી રિચાર્જ થઈ શકે છે. જેથી પીવાના પાણી, ખેતી લાયક પાણી ની સુવિધા મળી રહેતા વિસ્તાર ને આશીર્વાદ રૂપ બની રહે છે.
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...