Home /News /south-gujarat /

સુરતઃ સાળાની પત્ની સાથે વાત કરવા મુદ્દે, સાઢુ અને સાળાનું ટોર્ચર, યુવકનો આપઘાત, બેની ધરપકડ

સુરતઃ સાળાની પત્ની સાથે વાત કરવા મુદ્દે, સાઢુ અને સાળાનું ટોર્ચર, યુવકનો આપઘાત, બેની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

surat crime news: રાજકોટના (Rajkot) વતની અને કાપોદ્રા બુટ ભવાની રોડ પર મધુવન સોસાયટી ખાતે રહેતા આશિષ મહેતાએ ગત મહિને ઝેર પી આપઘાત કરી (boy drunk poison) લીધો હતો. આશિષ તેના સાળા કેતનના પત્ની જલ્પાબેન સાથે ફોન (talking with brother in law wife) પર વાતચીત કરતો હતો.

વધુ જુઓ ...
સુરતઃ સુરતના (surat news) વરાછાના (boy suicide case in varachha) યુવકના આત્મહત્યા કેસમાં કાપોદ્રા પોલીસે (kapodra police station) અમરેલીમાં રહેતા સાટુભાઈ અને તેના ભાઈની ધરપકડ કરી હતી. સાળાની પત્ની સાથે વાત કરવાના મુદ્દે પત્ની ઘર છોડી ગયા બાદ સાસરિયાઓએ ફોન કરી ધાકધમકી આપતા યુવકે જિંદગી ટૂંકાવી લીધી હતી. જો કે આ મામલે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો (Suicidal ideation) ગુનો દાખલ કર્યો હતો. અને બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના વતની અને કાપોદ્રા બુટ ભવાની રોડ પર મધુવન સોસાયટી ખાતે રહેતા આશિષ મહેતાએ ગત મહિને ઝેર પી આપઘાત કરી લીધો હતો. આશિષ તેના સાળા કેતનના પત્ની જલ્પાબેન સાથે ફોન પર વાતચીત કરતો. હોય તે બાબતે પરિવારમાં માથાકૂટ થઇ હતી.

જે ઝઘડામાં આશિપની પત્ની કાજલને તેના પિતાએ સાવરકુંડલા બોલાવી લીધી હતી. બીજા દિવસે આશિષે ગોડાઉનમાં આપઘાત કરી લીધો હતો. દરમિયાન મૃતકના ભાઈ મિલને ગોડાઉન ખોલી તપાસ કરતા અહીં આશિષનું શર્ટ પહેલું જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

શર્ટના ખિસ્સામાંથી આશિષના હાથે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં "મારી થોડીક ભૂલ થઇ ગઇ હતી, મારા સાઢુભાઇ અલ્પેશ, સાઢુભાઇનો ભાઇ વિજય, સાળો કેતન અને સસરા પ્રવીણભાઈએ મને ખૂબ જ ટોર્ચર કર્યો છે,

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

જેના કારણે હું આત્મઘાતી પગલું ભરવા જઈ રહ્યો છું" એવું લખાણ લખેલું હતું.
સાટુ અલપેશ અને તેનો ભાઈ મૂળ ચલાલા-અમરેલીના પરિવારજનોએ આશિષનો મોબાઇલ ચેક કરતા કોલ રેકોર્ડિંગમાં સાસરિયા ધમકી આપતા હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

કાપોદ્રા પોલીસે સ્યુસાઇડ નોટ અને કોલ રેકોર્ડિંગના આધારે સસરા પ્રર્વાણ જીવા બોરીસાગર, સાળા કેતન પ્રવીણ બોરીસાગર, સાટુભાઇ અલ્પેશ અને સાટુનો ભાઇ વિજય સામે દુપ્રેરણાનો ગુનો દાખલ કર્યો હૌં, અગાઉ સસરા પ્રવીણભાઇની ધરપકડ બાદ ગતરોજ પોલીસે સાટુભાઇ અલ્પેશ પરસોત્તમ તેરૈયા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Commited suicide, Crime news, Gujarati News News, Marital affair, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन