સુરત: સુરત શહેરમાં એક ફેકટરી માલિકની સતર્કતાને લઈ મોટી ચોરી (big theft) થતા રહી ગઈ અને માલિક અને પોલીસ (police) દ્વારા ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ સીસીટીવી (cctv) આ કિસ્સામાં ઉપયોગી પુરવાર સાબિત થયા છે. જેમાં સુરત શહેરમાં (surat city) દિનપ્રતિદિન ઘરફોડ ચોરી, લુંટ, હત્યાના બનાવોમાંને રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક એવી ઘટના સામે આવી કે એક ફેકટરીના માલિક દ્વારા ફેકટરીના અને ગોડાઉનના સીસીટીવી મોબાઈલમાં લાઈવ (cctv mobile live) જોઈ શકે તે માટે એપ્લિકેશન નાખેલ હતી તેના આધારે ફેકટરી માલિકની (Factory owner) આ કામને લઈ મોટી ચોરી થતા રહી ગઈ હતી.
સીસીટીવી જરૂરી છે તમે ચોરી કરનાર ઘરે બેઠા પકડી શકો છો. સુરત શહેરની ખટોદરા પોલીસ સ્ટેશનનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન વરાછા વિસ્તારમાં રહેતા અંકુશ અશોકભાઈ ભાદાણીએ તેઓના શોરૂમમાં ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે.
ત્યારે સીસીટીવી કેમેરાઓ લગાવેલ હોય અને તેના ફુટેજ અશોકભાઈના મોબાઈલ ફોનમાં દેખાતા હોય જેથી અશોકભાઈએ પોતાના ઘરેથી મોબાઈલ ફોનના સીસીટીની ફુટેજમાં કોઈ ચોર ઈસમ તેના શોરૂમમાં ઘુસી ચોરી કરતાં દેખાતા તાત્કાલિક અશોકભાઈ ઘરેથી પોતાની ગાડી લઈ ફેકટરી તરફ રવાના થયા હતા અને સાથે ખટોદરા પોલીસ ને જાણ કરી હતી જેથી પેટોલિંગમાં રહેલી પોલીસ ખટોદરા સ્થિત આવેલ પોતાના શોરૂમ ખાતે પહોંચી ગઈ હતી.
તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી હતી. પોલીસ ખટોદરા સ્થિત આવેલ પોતાના શોરૂમ ખાતે પહોંચી ગઈ હતી તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી ચોરી કરના ચોર ઈસમ ભાવેશ ઉર્ફે ગુડ્ડુ દીલીપ સોનવણેને ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડયો હતો.અને તેણે ભાવેશ પાસેથી ચોરીનો હાથ ધોવાની ગેંડીના નળ પાંચ નંગ, સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન,મળી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપી ભાવેશ વિરુધ અગાઉ પણ સલાબતપુરામાં ત્રણ અને ઉમરા પોલી સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુકયા છે..મહત્વનું એ છે કે જો મોબાઈલમાં આ સીસીટવી ના હોત તો આજે ચોરીની ઘટના બની હોત સાથે સ્થાનિક પોલીસ અને અલગ અલગ બ્રાન્ચ કામે લાગી હોત એટલે કે માલિક ની સુચકતા અને ને લઈ આ આરોપી રંગે હાથે ઝડપાઇ ગયો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર