RTIમાં ખુલાસો, સુરત કોર્પોરેશને 3 લાખનો ખર્ચ તો ફક્ત લીંબુ પાણી પર કર્યો

News18 Gujarati
Updated: June 3, 2018, 10:30 PM IST
RTIમાં ખુલાસો, સુરત કોર્પોરેશને 3 લાખનો ખર્ચ તો ફક્ત લીંબુ પાણી પર કર્યો
News18 Gujarati
Updated: June 3, 2018, 10:30 PM IST
સુરત મહાનગરપાલિકા હાલ નવા વિવાદમાં સપડાઇ છે. સુરત ભાજપ દ્વારા જળકુંભી અભિયાન હાથ ધર્યું હતું જેમાં પાલિકા દ્વારા ફક્ત સલાહ સૂચનો આપવાના હતા. નાણાંકીય વ્યય ન કરવાની વાત હતી. જો કે આ મામલે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા માંગવામાં આવેલી આરટીઆઈમાં ખુલાસો થયો છે કે પાલિકા દ્વારા 90 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાંથી 3 લાખથી વધુનો ખર્ચ તો ફક્ત લીંબુપાણી ઉપર કરવામાં આવ્યો છે.

સુરત ખાતે રામનવમીના દિવસે જળકુંભી સફાઇ અભિયાનની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. પરંતુ આ અભિયાન સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખર્ચ ઉપડાવાની વાત હતી. અને સુરત મહાનગરપાલિકા દ્વારા ફક્ત સલાહ સૂચનો કરવાના હતા. પરંતુ હાલ એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આરટીઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. કે હાલ જળકુંભી અભિયાનમાં જે કાંઇ પણ ખર્ચ થયો છે. તે ખર્ચ પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ જળકુંભી અભિયાન માં હાલ પાલિકા દ્વારા 90 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.

સુરત ખાતે જળકુંભી અભિયાન દ્વારા પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ્યો તેને લઇને વિપક્ષ દ્વારા પણ પાલિકા પર હુમલો કરવાનું શરૂ કરી દેવામાં આવ્યો છે. પાલિકાના વિપક્ષના કોર્પોરેટરો એ પણ ભાજપ શાસકો સામે મોરચો ખોલી દીધો હતો. અને કોંગ્રેસના લોકો દ્વારા પાલિકા દ્વારા આવા પ્રકારના તાયફા કરવામાં આવી રહ્યા હોવાની વાત જણાવવામાં આવી હતી. જો કે કોંગ્રેસ વિપક્ષમાં હોય ત્યારે તેમણે આ મુદ્દે અવાજ ઉઠાવી જનતાની વચ્ચે જઇ ભાજપને ખુલ્લી પાડવી જોઇએ પરંતુ ક્યાય કોંગ્રેસ પણ સત્તા પક્ષની કઠપૂતળી બની ગયું હોય એવું લાગી રહ્યું છે.

સુરત ખાતે હાલમાં જે લીંબુપાણી ઉપર ખર્ચ કરવામાં આવ્યો છે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે પાલિકાના મેયર દ્વારા પોતાનો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે તેમના દ્વારા ગરમીનું બહાનુ આગળ ધરીને લોકોને ઠંડુ પાણી તેમજ લીંબુ પાણી પીવડાવ્યું હોવાનીવાત ઉચ્ચારવામાં આવી છે. જો કે પાલિકાની તિજોરી તળિયાઝાટક થઇ ગઇ છે ત્યારે તેના દ્વારા પ્રધાનમંત્રીને લખવામાં આવેલા પત્ર બાબતે પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.

આજે જે લીંબુપાણી વિવાદ ઉભો થયો છે ત્યારે લોકો સામે સત્તાપક્ષ દ્વારા પોતાની વાતો ખુલ્લા મને મુકીને લોકોને માહિતગાર કરવા જોઇએ નહીં તો આગામી સમયમાં આવનારી ચૂંટણીઓમાં ભાજપને બહુ મોટુ નુકશાન થવાની શક્યતા છે.

આ પણ વાંચો
સુરત કોર્પોરેશનનો તાયફો, પ્રજાના પૈસે પદાધિકારીઓ માટે મંગાવ્યા લાખોના ખર્ચે 116 શૂટ
First published: June 3, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...