બજેટ 2020 : શું ફરી ચમકશે સુરતનો હીરા ઉદ્યોગ? સરકાર પાસે મોટી અપેક્ષા


Updated: January 25, 2020, 11:02 AM IST
બજેટ 2020 : શું ફરી ચમકશે સુરતનો હીરા ઉદ્યોગ? સરકાર પાસે મોટી અપેક્ષા
પ્રતિકાત્મક તસવીર

સરકાર ઉધોગ સાથે કામ કરતા કર્મચારી માટે ખાસ પેકેજ હાજર કરે તો ઉધોગ સાથે રોજગારીની તકો વધશે

  • Share this:
સુરત : આગામી દિવસ માં સરકાર બજેટ જાહેર  કરવા જઈ રહીય છે ત્યારે મંદી માંથી પસાર થઇ રહેલ ડાયમંડ ઉધોગ સરકાર પાસે સૌથી વધુ આશા રાખી રહ્યો છે કારણકે જો સરકાર ડાયમંડ ઉધોગની આશા પુરી કરેતો આ ઉધોગ ફરી તેની અસલી ચમક માં આવી શકે તેમ છે. આગામી દિવસોમાં સરકાર બજેટ જાહેર કરવા જઈ રહી છે.  વિશ્વમાં 100 માંથી 90 હીરા સુરત ત્યાર થઇ છે ત્યારે આ ઉધોગ પર જે રીતે મંદીનું ગ્રહણ લાગ્યું છે ત્યારે આ બજેટમાં ખાસ આશા છે.

શુ છે ડાયમંડ ઉદ્યોગની માંગ?


  • ડાયમંડ ઉધોગની ઘણી આવી માંગ છે કે તે વર્ષોથી મૂકવમાં આવી છે. બ્રોકર ડાયમંડ પર સરકાર દ્વારા 7.5 ટકા ડ્યુટી લગાવામાં આવી છે તે સરકારે 2.5 ટકા કરવી જોઈએ જેથી નાના એકમ અને નાના ઉધોગ ડાયમંડ સાથે જોડાયેલ લા છે તેમને નવી રોજગારી તક મળે.

  •  ડાયમંડ સૌથી વધુ જ્વલેરીમાં વપરાય છે ત્યારે સૌથી વધુ ડિમાન્ડ જ્વલેરી ભારત માંથી એક્સપોર્ટ થઇ રહી છે ત્યારે સરકારે ગોલ્ડ પર જે 12.5 ટકા ડ્યુટી લગાવી છે તેન લઇને વેપારીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકારે આ ડ્યુટી ગોલ્ડ પર 4 ટકા ડ્યુટી કરવી જોઈએ.

  • બીજી તરફ જોબવર્ક પોલિસી સરકારે બનાવી જોઈએ કારણકે વિશ્વમાં  જોબવર્ક માટે ભારતનો પહેલાં નંબર પર છે બહારના દેશના વેપારીઓ અહીંયા જોબવર્ક કરાવી શકતા નથી. જોકે સરકાર આ પોલીસી બદલે તો બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો થાય.
  • સાથે સરકાર દ્વારા આ પોલિસી ACZD  પણ લાગુ કરવી જોઈએ જેથી આ ઉધોગ વધુ ફાયદો થાય. જોકે માઇનરો માલ લઈને આવે છે પણ વેચી શકતા નથી જેથી ટર્ન ઓવર ટેક્સ પોલિસી બદલવી જોઈએ. કામ કરતા રત્ન કલાકારો માટે અલગ અલગ સ્કીમ મુકેલી છે તેની સગવડ સરકારે કરવી જોઈએ


આ પણ વાંચો :  રાજકોટ પોલીસનો હીરો : તપાસમાં ગયેલા PSI રડી પડ્યા, આરોપીની દીકરીની સારવાર કરાવશે

  •  ટર્ન ઓવર ટેક્સ અને પ્રિઝમિટીવ ટેક્સમાં બદલાવ લાવો જોઈએ જેને લઇને ઉધોગમાંથી ઓછામાં ઓછો ટેક્સ જાય તે ઉપરાંત સરકારે આ ઉધોગને લોન માટે મદદ કરવી જોઈએ કારણકે બેંક દ્વારા લોન મળતી નથી જેને લઇને ઉધોગકારો પ્રાઇવેટ ફાઇનાન્સ લે છે અને તેના મોટા વ્યાજ ને લઇને તેમની કમાણી વ્યાજ માં પુરી થઇ જાય છે જેને લઇને નાના એકમો મુશ્કેલીમાં મૂકાય છે.

  • નાના એકમને લોન મળી રહે તે દિશામાં નીતિ બનાવી જોઈએ તે ઉપરાંત નાના એકમોને રો મટીરીયલ સરળતાથી મળી રહે અને તે પણ સસ્તા ભાવે મળે તેવું આયોજન કરવું જોઈએ

  • આ સાથે ડાયમંડ ઉધોગ માં કામ કરતા કર્મચારી માટે હાઉસિંગ સ્કીમ અને વેલ્ફેર સ્કીમ સરકારે ત્યાર કરવી જોઈએ જેને લઇને રત્નકલાકાર ને પણ રાહત મળે અને મંદીને લઇને આપઘાત કરતા રત્નકલાકાર ને મોટી રાહત મળશે


જોકે આ ઉદ્યોગ મંદી વચ્ચે થી પસાર થઇ રહીયો છે ત્યારે ચોક્કસ આ વખતના બજેટ પહેલા સરકારને અનેક રજુવાત કરવામાં આવી છે અને તે આશા આ બજેટ માં પૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે અને જો સરકાર ઉધોગની તમામ માંગ  પુરી કરશે તો આ ઉધોગ ફરી તેની ચમક પાછી મેળવી લેશે
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading