વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઉપર સુરતમાં યોજાયું પ્રદર્શન

News18 Gujarati
Updated: September 16, 2019, 10:26 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઉપર સુરતમાં યોજાયું પ્રદર્શન
પ્રદર્શનની તસવીર

પીએમ મોદીના જન્મથી લઈને તેમની અત્યાર સુધીની કાર્યશૈલી પર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે.

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi)આવતીકાલ જન્મદિવસ (Birthday) છે ત્યારે સુરતના સાયન્સ સેન્ટર ખાતે એક અનોખા પ્રદર્શનનું (Exhibition)આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કથન અને કાર્યશૈલીને લગતું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. બે દિવસના આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી આશા સેવવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે સુરત સાયન્સ સેન્ટર (surat science center) ખાતે વડાપ્રધાન મોદીના કાર્યો,સુત્રો, યોજનાઓ સહિતના તેમના પ્રવાસો સહિતની વિગતો દર્શાવતાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

બે દિવસીય એક્ઝિબિશનમાં સાંજના સમયે રોક બેન્ડ અને આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે. સમગ્ર એક્ઝિબિશનમાં પીએમ મોદીના જન્મથી લઈને તેમની અત્યાર સુધીની કાર્યશૈલી પર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-સરદાર સરોવર ડેમને રોશનીથી શણગારાયો, જોઇ લો આદભૂત તસવીરો

આ એક્ઝીબીશનની મુલાકાત લેવા માટે વહેલી સવારથી સ્કુલના બાળકો અહી ઉમટી પડ્યા હતા અને સાંજ સુધીમાં ૧૨ હજાર જેટલા બાળકોએ આ એક્ઝીબીશનની મુલાકાત કરી હતી આ એક્ઝીબીશનમાં મહિલાઓ માટે ડસ્ટબિનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर